પૌત્રએ દાદીને ડંડાથી ઢોરમાર મારીને પતાવી દીધી, કારણ છે ચોંકાવનારું

પૌત્રએ દાદીને ડંડાથી ઢોરમાર મારીને હત્યા કરી દીધી, કારણ સાંભળીને અક્કલ કામ નહિ કરે

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવતમાં તો ઘણીવાર પ્રેમ સંબંધમાં હત્યા નિપજાવવામાં આવતી હોય છે, ત્યારે હાલમાં હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પૌત્રએ જ તેની દાદીની હત્યા કરી દીધી હતી. પૌત્ર દ્વારા દાદીની હત્યા એટલા માટે કરવામાં આવી કેમ કે દાદી તેના લગ્નમાં અડચણ ઉભી કરી રહી હતી.

પૌત્ર ઈચ્છતો હતો કે તેના જલ્દી લગ્ન થાય અને દાદી છોકરીઓને જોઈને રિજેક્ટ કરી રહી હતી. આ ઘટના સોલાપુરના જોદભાવી પેઠની આદર્શ નગર સોસાયટીમાં બની હતી. માત્ર લગ્ન માટે દાદીની હત્યા કરવાની આ ઘટના સાંભળીને આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. સોમવારે બનેલી આ ઘટના બાદ 25 વર્ષના આરોપી પૌત્રની ધરપકડ કરવામાં આવી છે. આકરી પૂછપરછ બાદ તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.

તપાસમાં સામે આવ્યું છે કે આદર્શ નગરની રહેવાસી મલનબી હસન નદાફ નામની વૃદ્ધ મહિલાએ તેના પૌત્ર સલીમ નદાફને લગ્ન માટે કર્ણાટકથી ઘરે બોલાવ્યો હતો. મહિલાના કહેવાથી સલીમ નદાફને પણ કેટલીક છોકરીઓ પસંદ હતી, પરંતુ લગ્નની વાત આગળ વધારવાને બદલે દાદી તે છોકરીઓને રિજેક્ટ કરી દેતી હતી. સલીમને લાગ્યું કે તેની દાદીએ તેને હેરાન કરવા માટે કર્ણાટકથી અહીં બોલાવ્યો હતો.

Image source

આ કારણે સોમવારે તે ગુસ્સે થઈને દાદી પાસે પહોંચી ગયો હતો અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. મામલો એટલો વધી ગયો કે તેણે દાદી પર લાકડી વડે હુમલો કર્યો અને તે મરી ગઈ ત્યાં સુધી તેને મારતો રહ્યો. દાદીને મારતી વખતે એ કહેતો રહ્યો, ‘તમે મારા લગ્ન કેમ નથી ગોઠવતા ? તમે મને કર્ણાટકથી અહીં કેમ બોલાવ્યો છે ?’ આ ખૌફનાક કિસ્સો મહારાષ્ટ્રના સોલાપુરમાંથી સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અહેમદનગરના જામખેડ તાલુકાના ખરડામાં સગા-સંબંધીઓની હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. અહીં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી. ઘટના બાદ પત્નીએ સોપારી આપીને પતિની હત્યા કરાવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી કૃષ્ણા સંજય સુર્વે, તેની ગર્લફ્રેન્ડ પૂજા અને શ્રીધર રામ કન્હેરકરની ધરપકડ કરી છે.

Shah Jina