દાદી બની હેવાન ! ખેડબ્રહ્મામાં દાદીએ જ દોઢ વર્ષના પૌત્રની ક્રૂરતા પૂર્વક કરી હત્યા

રાક્ષશ જેવી દાદીએ દોઢ વર્ષના માસુમ પૌત્રને ભોંયતળિયે પછાડીને મારી નાંખ્યો, કારણ જાણીને ધ્રુજી ઉઠશો…

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર કોઇ અંગત વ્યક્તિ જ અંગત અદાવતમાં પોતાનાની હત્યા કરી દેતા હોય છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે, પરિવારનો એક સભ્ય બીજા સભ્યની હત્યા કરી દેતો હોય છે, ત્યારે હાલે જે કિસ્સો ખેડબ્રહ્મામાંથી સામે આવ્યો છે, તે રુંવાડા ઊભા કરી દેનારો છે. લગભગ એક સપ્તાહ અગાઉ દોઢ વર્ષના પૌત્રને તેની જ દાદીએ બોથડ પદાર્થથી માથામાં ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ તો પોલિસે દાદી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. દાદીની ધરપકડ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ધૃણાસ્પદ બાબત એ છે કે બાળકનું પોસ્ટમોર્ટમ થઇ ગયા બાદ અને તેની અંતિમ વિધિ થઇ ગયા બાદ દાદી તેમના પિયર જતા રહ્યા હતા અને પાડોશીઓ તથા પૌત્રએ ભાંડો ફોડતાં આખી ઘટના બહાર આવી હતી.

ઘટનાની વિગત જોઇએ તો, ખેડબ્રહ્મામાં રહેતા મુકેશભાઈ ઠાકોરના લગ્ન દસેક વર્ષ પહેલા વાઘેશ્વરીના વીનાબેન સાથે થયા હતા. લગ્ન બાદ તેમનો સંસાર સુખેથી ચાલતો હતો. લગ્ન બાદ તેમને બે બાળકોનો જન્મ થયો હતો. પરંતુ લગ્નના થોડા વર્ષો બાદ વીનાબેન 4 વર્ષનો દીકરો ઋત્વિક અને દોઢ વર્ષના શૈલેષને મૂકીને પોતાના પિયર જતા રહ્યા હતા. માતાના પિયર ગયા બાદ બાળકોને ઉછેરવાની જવાબદારી તેમની દાદી ચંદ્રિકાબેન પર આવી પડી હતી.

પિતા તો બાળકોને દાદી પાસે મૂકી મજૂરી કામે જતા હતા. ત્યારે 24 જાન્યુઆરીના રોજ મુકેશભાઇની બહેને તેમને ફોન કરીને કહ્યુ કે તેનો નાનો દીકરો બીમાર પડ્યો છે અને તેણે પોતાના શ્વાસ છોડી દીધા છે. આ વાત સાંભળી મુકેશભાઇ તો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેને ઉદેપુરથી ખેડબ્રહ્મા સિવિલમાં સારવાર હેઠળ લઇ ગયા હતા. જયાં મોટા દીકરાને મોઢા અને શરીર પર ઇજાઓ પહોંચેલી જોઇ હતી અને નાના દીકરાને પીએમ રૂમમાં રાખવામાં આવ્યો હતો.

તેમની બહેને જણાવ્યુ કે સાંજે જયારે બંને દીકરાઓ ઘરની બહાર રમતા હતા ત્યારં અંધારૂ થતા તેમને જમાડી અને ખાટલામાં સૂવાડી દીધા હતા તે બાદ લગભગ રાત્રે આઠ વાગ્યા આસપાસ નાના દીકરાના મોઢામાંથી લાળ ટપકવા લાગી અને મોત તેનું મોત નિપજ્યુ હોવાનું તેની દાદીએ જણાવ્યુ અને તેનું પીએમ થયા બાદ તેની અંતિમવિધિ પણ કરવામાં આવી.પરંતુ આ બનાવ બાદ દાદી ચંદ્રિકાબેન તેમના પિયર રહેવા જતા રહ્યા હતા અને તે બાદ મુકેશભાઇએ પાડોશીમાં રહેતા કેટલાક વ્યક્તિ સાથે પૂછપરછ કરી તો જાણવા મળ્યુ કે ચંદ્રિકાબેન બંને બાળકોને ઘણા મારતા હતા અને ઘટનાની રાત્રે પણ તેમણે જ નાના દીકરાને માર્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

પીએમ રીપોર્ટમાં માથામાં ઇજા થવાથી મોત થયુ હોવાની આશંકા વ્યક્ત થઇ હોવાથી મુકેશભાઇએ તેમની માતા વિરૂદ્ધ પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલિસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ખેડબ્રહ્માના પીએસઆઈ અનુસાર મૃતકના ભાઈને શરીરે ઇજાઓ હોવાથી શંકા ગઈ હતી અને આજુબાજુ પૂછપરછ કરતા દાદી ચંદ્રિકાબેન પર શંકા ગઈ હતી અને ત્યારબાદ પી.એમ રિપોર્ટ આવતા ચંદ્રિકાબેનને પકડી તપાસ કરતાં મહિલા ભાંગી પડી અને ગુનો કબૂલી લેતાં તેને અટક કરી જેલમાં મોકલલામાં આવી.

Shah Jina