જાણવા જેવું જીવનશૈલી

સાયન્સ પણ મને છે કે બાળકોના વિકાસ માટે જરૂરી છે દાદા-દાદી જાણો 5 કારણો

કહેવાય છે કે બાળકોની પહેલી શાળા ઘર હોય છે અને તેના પહેલા શિક્ષક ઘરના વડીલો. રમત રમતમાં આપણે દાદા-દાદી પાસે ઘણું શીખી લેતા હોઈએ છીએ આ અહેસાસ આપણે મોટા થઈએ ત્યારે થતો હોય છે. દાદા-દાદી કે નાના-નાની બાળકોના બાળપણને સુખદ બનાવમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

image source 

જે બાળકો તેના દાદા-દાદી કે નાના-નાની સાથે રહ્યા હોય તે બાળકોમાં એક અલગ પ્રકારની સમજ અને સંવેદના હોય છે. એવા બાળકો હંમેશા ખુશ, મિલનસાર અને વસ્તુને બધા સાથે શેર કરીને વાપરવા વાળા હોય છે.  એમનામાં પરિવારમાં રહેવાની અને દરેક લોકોની કદર કરવાની ખાસ કળા હોય છે.

નાના બાળકોનો તેમના દાદા-દાદી સાથે મૈત્રી ભર્યા સબંધો હોય છે. એનું એક કારણ એ પણ છે કે બાળકોને ભરોસો હોય છે કે તેણા દાદા-દાદી તેની દરેક સમસ્યા ઉકેલી દેશે અને તેમને ખીજાશે પણ નહીં.

image source

આજકાલ લોકો એમ મને છે કે બાળકોએ તેના માતા-પિતા સાથે જ રહેવું જોઈએ. પણ સાઇન્સની માનો તો જે બાળકો તેના દાદા-દાદી કે નાના-નાની સાથે રહેતા હોય છે એ બાકીના બાળકોથી ઘણા અલગ હોય છે.

દાદા-દાદીનો અનુભવ અને તેની સમજ માતા-પિતાથી ઘણી વધુ અને સારી હોય છે. એમને જીવનના ઘણા અનુભવ હોય છે. જયારે એ અનુભવ તે તેના પોતરાં-પૌત્રીઓ સાથે શેર કરે ત્યારે એમને સાંભળી બાળકોને તેમના પાસે નાની ઉંમરે જીવન વિશે ઘણું શીખવા મળે છે.

image source

બાળકો જેટલું પુસ્તોમાં નથી શીખી શકતા એટલું તે તેના ઘરના વડીલો પાસે શીખે છે. સાથે જ બાળકોમાં આપણી સંસ્કૃતિ પણ વિકસિત કરે છે. બાળકોના જીવનમાં તેના દાદા-દાદીનું કેટલું અને કેવી રીતે મહત્વ છે ચાલો તેના વિશે તમને થોડું જણાવીએ.

ઘરના વડીલો બાળકોને પરિવારનું મહત્વ સમજાવે છે. સાથે જ પરિવારનું સિંચન કેવી રીતે કરવાનું હોય તેના પણ સંસ્કાર આપે છે. સાથે જ બાળકોને નૈતિક સંસ્કારો શીખવે છે. તેમને કરુણા, વિશ્વાસ અને પ્રેમ જેવા જીવનના મહત્વના પાઠ શીખવે છે.

image source

સવારે ઉઠીને દરેકના આશીર્વાદ લેવા સાથે જ કોઈ બહારની વ્યક્તિ આવે ત્યારે તેમને નમસ્તે કરવું, ભગવાન પાસે રોજ બે હાથ જોડીને નમન કરવું, દરેક લોકો સાથે પ્રેમથી અને હસીને વાતો કરવી. આવી નાની નાની વાતો બાળકોને ઘરના વડીલો જ શીખવી શકે છે.

આજકાલ આપણા બધામાં ધૈર્યની ખામી હોય છે. કોઈ પણ કામમાં થોડું પણ લેટ થાય તો આપણે બેચેન બની જતા હોઇએ છીએ. આપણા ઘરના વડીલો ધૈર્યનું સૌથી મોટું ઉદાહરણ છે. એકોઈ પણ કામ શાંતિથી કરે છે. ઘરના વડીલો બાળકોને ધૈર્યવાન બનતા શીખવાડે છે.

 image source

સાથે જ કોઈ પણ ભાવનાત્મક વ્હવહારને લગતી દરેક સમસ્યાઓને ધૈર્યથી સુલજાવતા શીખવાડે છે. આગળ જતા જયારે કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એ આઘાતનો સામનો બાળક ધૈર્યથી કરી શકે છે. એક સર્વે અનુસાર એવી ખબર પડી છે કે જે બાળકોના ઉછેરમાં તેના ઘરના વડીલોનો સૌથી મોટો હાથ હોય છે એ બાળકો એકલાપણા, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થી ઓછા પીડાય છે. એમને દરેક પરેશાનીઓને ઉકેલતા આવડતી હોય છે.

image source

નાના બાળકોને કવિતાઓ અને વાર્તાઓ સાંભળવી ખુબ ગમે છે અને દાદા-દાદીને તેમને સંભળાવી પણ એટલી પસંદ હોય છે. એ લોકો પાસે કવિતાઓ અને વાર્તાઓ ક્યારેય ખૂટતી જ નથી. ઘણી વખત નાના બાળકો તેના માતાપિતા સાથે કોઈ વાત સીધી શેર કરતા ડરતા હોય છે પણ એ જ વાતો તે તેના દાળ-દાદી સાથે ખુબ સહેલાઇથી શેર કરી દેતા હોય છે.

image source

ભલે આજે ઈન્ટરેનેટ પાર ઘણી વાર્તાઓ મળી રહે છે પણ સાચી મજા તો એમના ખોળામાં બેસી અને સાંભળવામાં જ છે ને. દાદા-દાદી વગર બાળપણ અધૂરું છે.ઘરના વડીલો જ છે જે બાળકોમાં પરિવાર અને સંસ્કારોનુ સિંચન કરે છે. બાળકોના વિકાસમાં ઘરના વડીલોની સૌથી મોટી ભૂમિકા હોય છે.

image source

જો તમારા ઘરના વડીલો અત્યારે પણ તમારી સાથે રહે છે તો તમે દુનિયાના થોડા જ લકી માણસોમાંથી એક છો. એ લોકો ખુબ ભાગ્યશાળી હોય છે જેમની ત્રણ પેઢીઓ એક છત નીચે રહેતી હોય છે.

તમારી પણ તમારા દાદા-દાદી સાથે કોઈ આવી વાતો છે જે તમે અમને જાણવા માંગો છો,તો તે કોમેન્ટ કરી અને જણાવી શકો છો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.