એક યુવાન તેની બહેનો સાથે ખરીદી કરવા એક દુકાનમાં જાય છે. ત્યાં સેલ્સમેન 30 મિનિટ સુધી કપડાં બતાવે છે. પરંતુ કોઈ જ કપડાં પસંદ ના આવતા તે કંઈ પણ ખરીદ્યા વગર તે દુકાનમાંથી નીકળી જાય છે. પછી જે થાય છે તે સાંભળીને તમે પણ અચરજ પામી જશો.

ગ્રેટર નોઈડાના પાલીગામમાં રહેનારો અમિત કુમાર નામનો યુવક એક કુરિયર કંપનીમાં નોકરી કરે છે. અમિત કુમાર રવિવારે સાંજે તેની બહેનો અને ભાણેજ સાથે દાદરીની મોટી બજારમાં એક કપડાંની દુકાનમાં ખરીદી કરવા ગયો હતો. દુકાનમાં ઘણા કપડાં જોયા. તે દુકાનના સેલ્સમેને પણ ઘણા કપડાં બતાવ્યા હતા. પરંતુ કોઈ કપડાં પસંદ આવ્યા ના હતા.

કપડાં પસંદ ના આવતા તે દુકાનની બહાર જતા હતા. ત્યારે દુકાનના સેલ્સમેને અમિત પર ગુસ્સો કર્યો હતો. અને બેફામ ભાષામાં વાણી-વિલાસ કરવા લાગ્યો હતો. અમિતે આ વાતનો વિરોધ કરતા તેને બીજા સેલ્સમેનને બોલાવી તેને મારપીટ કરી દુકાનની બહાર કાઢી મુક્યો હતો. સાથે જ તેની 2 બહેનો સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું.

ઝઘડાનો અવાજ સાંભળીને બીજા દુકાનદારોએ મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારબાદ સેલ્સમેન તેના સાથીઓ સાથે જઈને ગ્રાહકોની પાછળ દોડી ફરી મારપીટ કરી હતી.

આ મામલે પીડિતે દાદરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. દાદરી પોલીસ સ્ટેશનના એસઆઈ દેશપાલ સિંહે જણાવ્યું હતું કે, આ મામલો સામે આવ્યો મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks