બ્રાંડ બની ‘ગ્રેજ્યુએટ ચાયવાલી’ પ્રિયંકા ગુપ્તા, ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ થયા પછી પણ નોકરી ન મળતા બની ગઇ Chaiwali

બેંકે લોન ના આપી તો મિત્રએ કરી મદદ, ગ્રેજ્યુએટ ચાયવાલીએ કોલેજ બહાર ખોલ્યો ટી-સ્ટોલ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

“”કારજ ધીરે હોત હૈ, કાહે હોત અધીર, સમય પાય તરુવર ફરૈ, કેતિક સીંચો નીર.” આ કહેવત પ્રિયંકા ગુપ્તા પર એકદમ ફિટ બેસે છે. કારણ કે ગ્રેજ્યુએટ ચાયવાલી પ્રિયંકા ગુપ્તાએ પહેલા ફૂટપાથ પર સ્ટોલ લગાવીને ચા વેચીને નામ કમાવ્યું અને પછી યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની. પ્રિયંકાએ કટિહારમાં તેનું છઠ્ઠું આઉટલેટ ખોલ્યું. બિહાર બાદ હવે યુપીમાં પણ તે આઉટલેટ ખોલવાની તૈયારી કરી રહી છે.

ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન બાદ પણ ન મળી નોકરી

ત્રણ વર્ષ પહેલા પ્રિયંકાએ પટનામાં ગ્રેજ્યુએટ ચાયવાલી નામથી રોડ કિનારે દુકાન ખોલી હતી. એક બ્રાન્ડ બન્યા પછી, લોકો હવે તેની ફ્રેન્ચાઇઝી લેવા માટે પણ ઉત્સુક છે. ગ્રેજ્યુએટ ચાયવાલીના નામથી જાણીતી પ્રિયંકા ગુપ્તા એક સમયે પટનાની શેરીઓમાં ચા વેચતી હતી. આજે તે લોકોને તેના આઉટલેટ્સ પર આમંત્રિત કરે છે.

ગ્રેજ્યુએટ ચાયવાલીએ કોલેજ બહાર ખોલ્યો ટી-સ્ટોલ

પ્રિયંકાએ થોડા સમય પહેલા બિહારના કટિહારમાં તેના છઠ્ઠા આઉટલેટની ફ્રેન્ચાઇઝી આપી હતી. પ્રિયંકા ગુપ્તા પૂર્ણિયાની રહેવાસી છે. તેણે 2019માં અર્થશાસ્ત્રમાં ઓનર્સ કર્યું હતું. તેણે 2 વર્ષ સુધી નોકરી માટે તૈયારી કરી, પરંતુ સફળતા ન મળતા તેણે પટના મહિલા કોલેજની બહાર ચાનો સ્ટોલ શરૂ કર્યો.

‘ચાયવાલા’ હોઈ શકે તો ‘ચાયવાલી’ કેમ નહીં

પ્રિયંકા કહે છે કે જ્યારે ‘ચાયવાલા’ હોઈ શકે તો ‘ચાયવાલી’ કેમ નહીં.પ્રિયંકા ગુપ્તાએ કહ્યું કે ચા વેચવું એ નાનું કામ નથી, પરંતુ તે એક સારું સ્ટાર્ટઅપ બની ગયું છે. પ્રિયંકા ગુપ્તાએ ખુલ્લેઆમ કહ્યું કે તેને ટી ​​સ્ટોલ લગાવવાનો વિચાર ક્યાંથી આવ્યો. પ્રિયંકાએ કહ્યુ- તેણે પ્રફુલ્લ બિલોર પાસેથી પ્રેરણા લીધી છે. ચાયવાલા ઘણા છે, તો ચાયવાલી કેમ ન હોઈ શકે ?

‘પીના હી પડેગા’ અને ‘સોચ મત… ચાલુ કર દે બસ’

આ પછી મેં ચાની દુકાન શરૂ કરી. જેને લોકોએ ખૂબ પસંદ કર્યો છે. ‘પીના હી પડેગા’ અને ‘સોચ મત… ચાલુ કર દે બસ’ જેવી પંચ લાઈનોનો ઉપયોગ પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પ્રિયંકાએ કહ્યું કે ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ થયા પછી પણ તેને ચાયવાલી કહેવામાં કોઈ સમસ્યા નથી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina