એક સમયે બોલિવૂડમાં રાજ કરતી આ અભિનેત્રી પછી સમયનું ચક્ર એવું ફર્યું કે આજે સામે મળે તો ઓળખી પણ ના શકો એ નક્કી
બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ અને અભિનેતાઓ આવ્યા છે જે તેમના શરૂઆતના કેરિયરમાં ખુબ જ કીર્તિ મેળવી ગયા પરંતુ થોડા સમય બાદ તેમનું જીવન એક ગુમનામીના અંધારામાં ચાલ્યું ગયું, અને ઘણા તો આજે ઓળખાઈ શકે એમ પણ નથી. એવી જ એક અભિનેત્રી છે ગ્રેસી સિંહ.

ગ્રેસી સિંહે લગાન ફિલ્મમાં અભિનય કરીને ખુબ ખ્યાતિ મેળવી હતી આ ફિલ્મમાં તેને આમિર ખાન સાથે કામ કર્યું. ત્યારબાદ તે મુન્નાભાઈ એમ.બી.બીએસમાં ચિંકીના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં પણ તે સંજય દત્ત સાથે જોવા મળી. ચિંકીનો આ અભિનય પણ દર્શકોને ખુબ જ ગમ્યો હતો અને એ ફિલ્મ પણ સુપરહિટ રહી હતી.

અભિનેત્રી ગ્રેસી સિંહે પોતાના કેરિયરની શરૂઆત 1997માં ઝી ટીવી પાર ધારાવાહિક “અમાનત”માં ડીંકીના અભિનય દ્વારા કરી હતી અને થોડી બીજી ધારાવાહિકો બાદ તેને લગાન ફિલ્મની ઓફર મળી ગઈ હતી.

લગાન ફિલ્મના ઓડિશન વખતે ગ્રેસીને ઘણી છોકરીમાંથી પસંદ કરવામાં આવી હતી, અને આ ફિલ્મ બાદ તેનું કેરિયર ચાલવા લાગ્યું. એક ઇન્ટરવ્યૂમાં તેને એમ પણ જણાવ્યું હતું કે તે એક ક્લાસિકલ ડાન્સર બનવા માંગતી હતી પરંતુ તે અભિનેત્રી બની ગઈ.

લગાન બાદ ગ્રેસીએ ગંગાજલ ફિલ્મમાં અજય દેવઘન સાથે કામ કર્યું ત્યારબાદ તેને મુન્નાભાઈ ઓફર થઇ, આ ફિલ્મમાં તેના અભિનયના ખુબ વખાણ થયા. પરંતુ તેનું કેરિયર એટલું ચાલ્યું નહીં અને તે બી ગ્રેડની ફિલ્મ કરવા લાગી. 2008 દેશદ્રોહી ફિલ્મમાં કામ મળ્યું.

ફિલ્મોમાં તેનું કેરિયર બરાબર ના ચાલતા ગ્રેસીએ ફિલ્મોમાંથી દુરી બનાવી લીધી. અને ટીવી ઉપર પાછી એન્ટ્રી કરી. “સંતોષી મા” ધારાવાહિકમાં તે મુખ્ય કિરદારમાં જોવા મળી. આ પાત્ર દ્વારા તેને સારી ઓળખ મળી ત્યારબાદ તેને 2009માં એક ડાન્સ એકેડમી ખોલી અને ડાન્સ શીખવવા લાગી.

હાલમાં ગ્રેસી આધ્યાત્મ તરફ પ્રેરાઈ ગઈ છે. તે આધ્યાત્મિક પ્રવચનોમાં સમય વિતાવે છે. તે હાલમાં બ્રહ્મકુમારી આધ્યાત્મિક સંગઠનની સદસ્ય છે અને પોતાનો મોટાભાગનો સમય આધ્યાત્મ ટ્રેનિંગ લેવા અને આપવામાં વિતાવી રહી છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે બ્રહ્મકુમારી સંસ્થાની સદસ્ય હોવાના કારણે ગ્રેસી સિંહ લગ્ન નથી કરી રહી. એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું હતું કે તેનો પોતાના માટે કોઈ પ્લાન નથી. ઘરવાળા લગ્ન માટે કહે છે પરંતુ હજુ સુધી તેને આ વિષે કઈ વિચાર્યું નથી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.