શિરડીના સાંઈબાબાનું નામ માત્ર જ દુઃખો દૂર કરવા માટે પૂરતું છે, આ દેશમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં સાઈબાબાના ભક્તો મળી આવે છે. તેમના જીવન અને તેમના સેવા કાર્યોથી સૌ કોઈ પ્રભાવિત છે. સાંઈબાબાની ભક્તિ દિલથી કરવાથી ભક્તોની તકલીફો દૂર થાય છે. ઘણા ભક્તો પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે સાંઈબાબાની પ્રાર્થના કરવા શિરડી સુધી જાય છે પરંતુ આજે અમે તમને એવા ચમત્કારિક ઉપાય જણાવવાના છીએ જેના દ્વારા તમે સાંઈબાબાની ભક્તિ ઘરેબેઠા જ કરી શકો છો, અને સાંઈબાબા કૃપા પણ તમારા ઉપર જરૂર વરસશે.

સાઈબાબાની પૂજા કરવા માટે કેટલાક મંત્રોનું ઉચ્ચારણ કરવું પડે છે, આ મંત્રોના ઉચ્ચારણ દ્વારા તમે સાંઈબાબાની આરાધના કરી શકો છો પણ મેળવી શકો છો.
- ૐ શિરડી સાઈનાથાય નમઃ
- ૐ દેવાનાં ચ ૠષિણાં ચ ગુરું કા ચનસન્નીભમ
- ૐ બુદ્ધિ ભૂતમ ત્રિલોકેશં તં નમામિ બૃહસ્પતિમ
- ૐ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ: ગુરુવે નમઃ
- ૐ બ્રુમ બૃહસ્પતેય નમઃ

આ ઉપરાંત તમે કીટલીક ખાસ રીતે પણ સાંઈબાબાને પ્રસન્ન કરી શકો છો.ગુરુવારના દિવસે સાંઈબાબાના મંદિરમાં જઈને અથવા કોઈ બીજી જગ્યાએ જઈને ગરીબ લોકોને ‘ૐ સાંઈ રામ’ બોલતા બોલતા પીળા રંગના ફળોનું દાન કરવું, આ સાથે જ સાંઈબાબાની પ્રતિમાને પીળા રંગના ફૂલોનો હાર ચઢાવવો જેમાં 51 અથવા 108 ફૂલ લાગેલા હોય, માળા પહેરાવીને સાંઈબાબા સમક્ષ ઉપર આપેલા કોઈપણ મંત્રમાં માંથી એક મંત્રનો 108 વાર જાપ કરવાથી સાંઈબાબાની કૃપા વર્ષે છે.

ઈચ્છાપૂર્તિ કરવા માટે ગુરુવારના દિવસે ઉપર આપેલા મંત્રમાંથી કોઈ એક મંત્રનો તુલસીની માળા સાથે 108 વાર જાપ કરવો તેમજ સફેદ ઉનના આસાન ઉપર બેસીને જ આ જાપ કરવો. મંત્રનો જાપ કરતી વખતે સાંઈબાબાનું સ્મરણ કરવું અને સાથે પોતાની ઈચ્છા પણ તેમની આગળ અભિવ્યક્ત કરવી જેના કારણે થોડા જ સમયમાં તમારી ઈચ્છા પૂરતી થશે.