સુરતનો પાગલ પ્રેમી…એક તરફી પ્રેમમાં યુવતીની સ્કૂટીમાં કરી દીધી એવી વસ્તુ ફિટ કે મિકેનિક પણ જોઈને રહી ગયા હેરાન પરેશાન…જાણો સમગ્ર મામલો

એક તરફી પ્રેમમાં પાગલ બનેલા આ યુવાને તો બધી જ હદ પાર કરી, 19 વર્ષની યુવતીના મોપેડમાં એવી વસ્તુ ફિટ કરી કે હવે પોલીસ પણ તેને શોધી રહી છે

પ્રેમ એ વિશ્વાસનું બીજું નામ છે પરંતુ આજના સમયમાં વિશ્વાસ કરી શકાય એવા સંબંધો વધુ જોવા નથી મળતા અને પ્રેમીઓને પોતાના પ્રિયપાત્ર પ્રત્યે ક્યાંકને ક્યાંક શંકા પણ જોવા મળતી હોય છે. આવી જ શંકામાં ઘણા લોકો એકબીજાની હત્યા પણ કરતા હોય છે અને ઘણીવાર નુકશાન પણ પહોચવતા હોય છે. પરંતુ હાલ એક એવી ઘટના સુરતમાંથી સામે આવી છે જેને જાણીને કોઈપણ હેરાન રહી જાય.

આ મામલો સામે આવ્યો છે સુરતના કતારગામમાંથી. જ્યાં એક 30 વર્ષનો યુવક નિકુંજ પટેલ એક 19 વર્ષની યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો અને યુવતીને તે વારંવાર પ્રેમ સંબંધો બાંધવા માટે મજબુર પણ કરી રહ્યો હતો. ત્યારે યુવતી પર નજર રાખવા અને તેનો પીછો કરવા માટે તેણે યુવતીના મોપેડમાં એક GPS ટ્રેકર લગાવી દીધું હતું. જેના બાદ યુવતી જ્યાં પણ જતી ત્યાં જઈને નિકુંજ તેને પરેશાન કરતો હતો.

ત્યારે યુવતીને શંકા લાગતા જ તેણે પોતાનું મોપેડ એક ગેરેજમાં બતાવ્યું જેના બાદ મોપેડના આગળના ભાગમાંથી જીપીએસ ટ્રેકર નીકળતા જ સૌ કોઈ હેરાન રહી ગયા. ત્યારબાદ યુવતીએ તેના પરિવારને વાત કરી અને પછી પરિવારજનો યુવકને ખખડાવવા માટે ગયા ત્યારે તેણે યુવતીના પરિવાર સાથે ગાળાગાળી કરીને અભદ્ર વર્તન કર્યું હતું જેના બાદ યુવતીના પરિવાર દ્વારા કતારગામ પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર યુવતી સોશિયલ મીડિયા દ્વારા નિકુંજ પટેલના સંપર્કમાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર વાતચીત દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઇ હતી. તે બંને છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા દ્વારા વાતચીત કરતા હતા. બંને એકબીજાના મિત્રો બની ગયા હોવાના કારણે કોલેજ અને અન્ય સ્થળોએ મુલાકાત પણ કરતા હતા. ત્યારે યુવકે યુવતીને પ્રેમ કરતો હોવાનું કહેતા યુવતીએ તેનું પ્રપોઝલ સ્વીકાર્યું નહોતું.

છતાં પણ એક તરફી પ્રેમમાં પાગલ બની ગયેલો નિકુંજ યુવતીને વારંવાર પ્રેમ સંબંધ બાંધવા માટે બળજબરી કરતો હતો.  જેનાથી કંટાળીને યુવતીએ યુવક સાથે મિત્રતાના સંબંધો પણ તોડી નાખ્યા અને વાતચીત કરવાનું પણ બંધ કરી દીધું. જેના કારણે યુવતી પર નજર રાખવા માટે યુવકે યુવતીને મોપેડમાં GPS ફિટ કરી દીધું અને તેના આધારે તેની પર નજર રાખતો અને પીછો કરીને હેરાન કરતો હતો. ત્યારે પોલીસે હવે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Niraj Patel