ખબર

અચ્છે દિન: રેમડેસિવિરને લઈને નરેન્દ્ર મોદી સરકારે લીધો મોટો નિર્ણય

દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે સરકારે મંગળવારે રેમડેસિવિરના કાચા માલ અને વાયરલ રોધી દવા બનાવવા માટે ઉપયોગ થવા વાળા અન્ય સામાન પર સીમા શુલ્ક સમાપ્ત કરવાની ઘોષણા કરી છે.

પ્રતિકાત્મક તસવીર

કોરોના મહામારી સમયે રેમડેસિવિર ઈન્જેક્શનની અછતના કારણે મચેલા હાહાકાર વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે એન્ટી વાયરલ દવા રેમડેસિવિર પર ઈમ્પોર્ટ ડ્યૂટી હટાવી છે. મંગળવારે મોડી રાતે બહાર પાડેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે દવાના નિર્માણ માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીની આયાત પર ડ્યૂટી હટાવવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

વાણીજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી પીએમ મોદીની કોવિડ-19ના દર્દીઓઓના સ્વાસ્થ્યના સારવારની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખતા રેમડેસિવિર એપીઆઈ, ઇન્જેક્શન અને અન્ય સામગ્રીનો આયાત શુલ્ક ફ્રી કરી દીધો છે. એમાં આપૂર્તિ વધશેઅને ખર્ચ ઘટશે, જેમાં દર્દી ઓને રાહત મળશે. આ પહેલા 11 એપ્રિલે રેમડેસિવિરની માંગને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે ઇન્જેક્શન અને એપીઆઈના નિર્યાતની સ્થિતિમાં સુધાર આવ્યા સુધી પ્રતિબંધ મૂકી દીધો છે.