ખબર

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટ થઇ લાલઘૂમ, આપ્યો આ મહત્વપૂર્ણ આદેશ

રાજકોટમાં આ આજે કોવીડ હોસ્પિટલમાં આ લાગવાથી 5 લોકો જીવતા ભૂંજાય ગયા હતા. જયારે અન્ય 21 લોકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તારણમાં આ આગ શોર્ટ સર્કીટથી લાગુ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની સુપ્રીમકોર્ટ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે. આ મૂળે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ થઇ છે.

Image source

આજના દિવસે રાજકોટમાં ઘટૅલી દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટએ જણાવ્યું છે કે આ પહેલી દુર્ઘટના નથી આ પહેલા પણ આ પ્રકારની ઘણી દુર્ઘટના ઘટી ચુકી છે. આ એક દુઃખદ ઘટના છે. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને આદેશ આપ્યો હતો કે, જે કોઈ પણ જવાબદાર હોય તેના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરો. કોઈ પણ દુર્ઘટનાનું કારણ આપીને સંતોષ ના માની લો. આ સંતોષની કિંમત આપણે દુર્ઘટનાના પુનરાવર્તનથી ચૂકવવી પડે છે. આ ઘટનાના મૂળમાં જઈને તેનું સાચું કારણ શોધો. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. 1 ડિસેમ્બરના સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે.

Image source

જણાવી દઈએ કે, રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 33 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. રાત્ર 12:15 વાગ્યાના અરસામાં આગની દુર્ઘટના ઘટી હતી. બચી ગયેલા દર્દીઓને સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન વિગતો સામે આવી છે કે ઉદય શિવાનંદ હોસ્પિટલમાં અલગ-અલગ ત્રણ કંપનીના વેન્ટિલેટર હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પણ સામે આવ્યુ છે. તો બીજી તરફ પીજીવીસીએલની ટિમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે કે, આખરે ક્યાં કારણોસર આગ લાગી હતી.

Image source

નોંધનીય છે કે, રાજકોટમાં છેલ્લા મહિનામાં 200થી વધારે હોસ્પિટલોમાં અપૂરતા ફાયર સેફ્ટીના સાધનોને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. 200 પૈકી 58 હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના 8 જેટલા બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો પુરા કરવા નોટિસ આપવામાં આવી  છે.