ખબર

પોઝિટિવ સમાચાર: કોરોના મહામારીમાં મોદી સરકારે આપ્યા 8873 કરોડ રૂપિયા, મોટી રાહત મળી ગઈ

આજે આખો દેશ કોરોના સંકટ સામે એકજુથ બની અને લડી રહ્યો છે, ત્યારે બીજા દેશો પણ આ સમયે ભારતની મદદે આવ્યા છે. આ દરમિયાન કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર દ્વારા દરેક રાજ્યોને એક મોટી ભેટ આપવામાં આવી છે.

ભારત સરકારના નાણાં મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ) ના વર્ષ 2021-22 માટેના કેન્દ્ર સરકારના હિસ્સાનો પહેલો હપ્તો 8873.6 કરોડ રૂપિયામાં જાહેર કરવામાં આવ્યો છે.

આ બાબતે નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે વર્ષ 2021-22 માટે એસડીઆરએફ તરફથી રાજ્યોને ટેકો પૂરો પાડવા માટે પહેલો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે રાજ્ય કોવિડ -19 ની રોકથામ માટે આ રકમના 50 ટકા એટલે કે 4436.8 કરોડનો ઉપયોગ કરી શકે છે.