ફિલ્મી દુનિયા

ગોવિંદાના દીકરાની કારનું મુંબઈમાં થયું અકસ્માત, ઘટના પર પહોંચીને ગોવિંદાએ શું કર્યું, જુઓ

હિંદી સિનેમા જગતના અભિનેતા ગોવિંદાના દીકરા યશવર્ધન આહુજાની ગાડીનું આગળની રાતે મુંબઈના જુહુ રસ્તા પર અકસ્માત થયું છે. દુર્ઘટનામાં કોઈને પણ જાનહાની થઇ નથી અને મામલો પણ બંન્ને પક્ષોની સહમતીથી પોલીસની ફરિયાદ વગર જ નિપટી લેવામાં આવ્યો. જો કે આ ઘટનાનો વિડીયો ત્યાં હાજર લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને વાયરલ પણ થઇ ગયો.

Image Source

મળેલી રીપોર્ટના આધારે યશવર્ધનની ગાડી બીજી ગાડી સાથે અથડાઈ ગઈ. આ નાનું એવું અકસ્માત હતું જેમાં કોઈને પણ ઉજા થઇ નથી. ગાડીમાં યશવર્ધન અને તેનો ડ્રાઇવર હતા જ્યારે જાણવા મળ્યું કે સામેની ગાડી યશરાજ બૈનર સાથે જોડાયેલા કોઈ વ્યક્તિની હતી. જો કે બંન્ને પક્ષની સમજણથી મામલો પોલીસ સુધી ન પહોંચ્યો અને ખમત કરી દેવામાં આવ્યો.

Image Source

ઘટનાની ખબર મળતા જ ગાવિંદા તરત જ ઘટના સ્થળ પર આવ્યા અને ત્યાં હાજર લોકો સાથે વાતચીત પણ કરી હતી. ત્યાંના લોકોએ જણાવ્યું કે અકસ્માત નાની એવી ભુલથી જ થયો છે. પણ જો થોડી ઘણી પણ લાપરવાહી થઇ હોત તો મોટી દુર્ઘટના થઇ શકે તેમ પણ હતી.

Image Source

જો કે અકસ્માતમાં યશવર્ધનની ગાડીમાં થોડું જ નુકસાન થયું છે, જેમાં ગાડીની આગળની લાઈટ તૂટી ગઈ છે. બીજી ગાડીમાં પણ સામાન્ય એવી જ ખરોચ આવી છે. અકસ્માત માટે એકબીજાને જવાબદાર ન ગણાવતા બંન્ને પક્ષોએ સામ-સામે મૌકા પર જ નિર્ણય લઇ લીધો અને વાત પોલીસ સુધી પહોંચતા બચી ગઈ.

Image Source

વર્કફ્રન્ટની વાત કરીએ તો ગોવિંદા છેલ્લી વાર વર્ષ 2019 માં આવેલી કૉમેડી ફિલ્મ ‘રંગીલા રાજા’માં જોવા મળ્યા હતા.જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. જ્યારે યશવર્ધન ફિલ્મી દુનિયાથી દૂર રહે છે, અને હાલ તો તેના બોલીવુડમાં આવવાનો કોઈ જ ખુલાસો થયો નથી.

જુઓ વિડીયો…

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.