બોલીવુડમાં પોતાની સ્ટાઇલ અને આગવી અદાઓ દ્વારા દર્શકોનું દિલ જીતનારા દિગ્ગજ અભિનેતા ગોવિંદાએ ગઈકાલે 21 ડિસેમ્બરના રોજ પોતાનો 57મોં જન્મ દિવસ ઉજવ્યો. આ પ્રસંગે તેને પોતાના ઘરે જ એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
આ વાયરલ વીડિયોમાં ગોવિંદા પોતાની પત્ની સાથે ડાન્સ કરતો નજર આવી રહ્યો છે. ગોવિંદા પોતાની જ ફિલ્મ હીરો નં.1 અને કુલી નં.1ના ગીતો ઉપર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ડાન્સ ફ્લોર ઉપર ગોવિંદાની પત્ની સુનિતા આહુજા પણ ગોવિંદાનો સાથ આપતી જોવા મળી રહી છે.
View this post on Instagram
ગોવિંદાનો જે સિંગ્નેચર સ્ટેપ છે તે પણ આ ડાન્સ વીડિયોમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગોવિંદા સાથે ડાન્સ માસ્ટર અને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય અને અભિનેતા શક્તિ કપૂર પણ જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
ગણેશ આચાર્ય ગોવિંદાના સુપરહિટ સોન્ગ હુસ્ન હે સુહાનાની ધૂન ઉપર ડાન્સ કરતા જોવા મળે છે. તો થોડીવારમાં જ ગોવિંદા પણ આવી જાય છે અને તે પણ તેમની સાથે ડાન્સ કરવા લાગી જાય છે. તો શકિત કપૂર સાથે તેમને મેં પૈદલ સે જા રહા થા ગીત ઉપર ડાન્સ કર્યો હતો.
View this post on Instagram
ગોવિંદાના જન્મ દિવસની પાર્ટીમાં કોમેડિયન કપિલ શર્મા પણ જોવા મળ્યો હતો. તે બંનેએ કેમેરા સામે પોઝ પણ આપ્યો હતો. ગોવિંદાના આ જન્મ દિવસની પાર્ટીની અંદર કેટલાક સંબંધીઓ સાથે નજીકના મિત્રો હાજર રહ્યા હતા.
View this post on Instagram
ગોવિદના જન્મ દિવસની આ પાર્ટીમાં રાજપાલ યાદવ, રવિ કિશન, અરમાન કોહલી જેવા સિતારાઓ હાજર હતા. ગોવિંદાએ જણાવ્યું હતું કે તેમના જન્મ દિવસની પાર્ટીની અંદર નાચવા-ગાવાનું સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહ્યું.
View this post on Instagram