ભાજપને 400 બેઠકો ન મળતાં રાષ્ટ્રીય હિંદુ પરિષદ (RHP)ના અધ્યક્ષ ગોવિંદ પરાશરે એક ટેલિવિઝન સેટ તોડી નાખ્યો અને પછી આગ લગાવી દીધી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં રાષ્ટ્રીય હિંદુ પરિષદ (RHP)ના પ્રમુખ ગોવિંદ પરાશર હતાશામાં એક ટેલિવિઝન સેટ તોડતા જોઈ શકાય છે.
લોકસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી 400 સીટોનો આંકડો પાર કરી શકી નથી, ત્યારબાદ ગોવિંદ પરાશરે પહેલા ટેલિવિઝન સેટ તોડી નાખ્યો અને પછી તેને આગ લગાવી દીધી. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જમાં પરાશર ટીવી સેટ બહાર લઈ જતા જોવા મળે છે અને પછી તેને જમીન પર ફેંકી દે છે, જ્યારે બે લોકો તેમને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે.
આ ઘટના ઉત્તર પ્રદેશના આગ્રામાં બની હતી. જે પણ પરિણામ આવ્યુ છે તે બીજેપી નેતાઓ અને એક્ઝિટ પોલ દ્વારા આપવામાં આવેલા અંદાજિત આંકડાઓ કરતાં ઘણું ઓછું છે. બીજેપી 300 પાર પણ નથી કરી શકી. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે પરંતુ તાજેતરની ચૂંટણીમાં એનડીએના ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા છે. જેના કારણે ભાજપના ઘણા સમર્થકો નિરાશ થયા છે.
View this post on Instagram