જૂનાગઢના અખાડા સાથે સંકાળાયેલા હોવાના દાવો કરનાર ભગવાધારી અને જટાધારી બાબા ગોવિંદગીરી પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. સેક્સ ચેન્જ કરાવનારી યુવતી જુનાગઢની છે, તેનું કહેવુ છે કે તે ટ્રાન્સજેન્ડર છે અને તેણે સેક્સ ચેન્જની સર્જરી કરાવી છે. આ યુવતીએ ગોવિંદગિરી પર લગ્નના બહાને યૌન શોષણ અને ભાગીદારે પૈસાની છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યો છે.
બાપોદ પોલીસ સ્ટેશનમાં પીડિતાએ સાધુ ગોવિંદગીરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતા અને ગોવિંદગિરીના ઈન્સ્ટાગ્રામ પર ઘણી અશ્લિલ તસવીરો છે, જેમાં બંને આસપાસ ફરતા અને સાથે ડાન્સ કરતા જોવા મળે છે. બંને સોશિયલ મીડિયા પર ઘણી બધી રીલ શેર કરતા હતા અને બંનેએ તેમના સંબંધોનો સ્વીકાર પણ કર્યો હતો. બંનેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તેઓ એકબીજાને હાર પહેરાવતા જોવા મળે છે.
પીડિતા ટ્રાન્સજેન્ડર છે અને ગોવિંદગીરીએ લગ્નના બહાને તેની સાથે સંબંધો રાખ્યા હતા પણ આ પછી તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. પીડિતાએ જણાવ્યું કે આરોપી મૂળ રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે. તે ઘણા મહિનાઓ સુધી ગોવિંદગીરી સાથે રહેતી હતી. તેણે બાબા પર 50 હજાર રૂપિયાની છેતરપિંડીનો પણ આરોપ લગાવ્યો.
પીડિતાનું કહેવું છે કે પૈસા લીધા બાદ ગોવિંદગીરી તેની પાસેથી જતો રહ્યો અને ફોન બ્લોક કરી દીધો. ગોવિંદગીરીએ મહિલા સાથે સંબંધ રાખવાની ભૂલ સ્વીકારી હતી, તેણે કહ્યું હતું કે બંને પક્ષોની વાત સાંભળવી જોઈએ. ગોવિંદગીરીએ પોતાના બચાવમાં કહ્યું કે સનાતનને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.