ખબર

રાજ્યના 5 લાખ કર્મચારીઓ માટે સરકાર દ્વારા લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય – દિવાળી ભેટ

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ આપી છે. આ લાભ રાજ્યના 5 લાખથી વધુ કર્મચારીઓને મળશે. ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા માટે આ રકમ અધિકારીઓ અને કર્મચારીઓને રૂ પે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે.

Image source

ગુજરાત સરકાર દ્વારા દિવાળીના તહેવારના અનુસંધાને વગર વ્યાજે 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે આપશે. જેને આગમે 10 મહિનામાં 10 સરળ હપ્તામાં ચૂકવવાના રહેશે. કર્મચારીઓ દિવાળીને અનુલક્ષીને મીઠાઈ અને જરૂરી ચીજ વસ્તુ ખરીદી શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ બજારમાં તેજી વધારવા માટે અને નાના વેપારીઓને રોજગારીને વેગ આપવા માટે આ ફેસ્ટિવલ એડવાન્સ આપવામાં આવ્યું છે.

Image source

કોરોનાની મહામારીને કારણે વેપાર ધંધામાં મંદીનો માહોલ હોય ત્યારે સરકારે ફેસ્ટિવલ એડવાન્સ બોનસ આપીને કર્મચારીઓને ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરવા અને નાના વેપારીઓને મંદીમાંથી બહાર લાવવામાં મદદ મળી રહેશે. નાના વેપારીઓના વ્યવસાય રોજગારને વેગ મળશે. વર્તમાન સ્થિતિમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ આ નિર્ણયથી નવી ગતિ મળશે.