ખબર

“સરકાર GEBના બિલ પર માત્ર 10 હજાર રૂપિયામાં જ એસી આપશે” – જાણો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મેસેજની હકીકત

આપણે બધા જ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છીએ, ત્યારે આપણે જોયા વિચાર્યા વિના જ કોઈ પણ મેસેજને આગળ વહેતો કરી દઈએ છીએ. જેના કારણે ક્યારેક કોઈક ફેક મેસેજ પણ ખૂબ જ વાયરલ થઇ જતો હોય છે. આવો જ એક મેસેજ હાલમાં ખૂબ જ વાયરલ થયો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર GEBના બિલ પર માત્ર 10 હજાર રૂપિયામાં જ એસી આપશે.

Image Source

વાયરલ થયેલા આ મેસેજમાં લખેલું છે કે હાલ ગુજરાતમાં 10 હજાર રૂપિયામાં GEB દ્વારા 1.5 ટનનું એસીનું વેચાણ 17-7-2019થી બીલ ઉપર મળશે. સાથે જ કેટલીક તસવીરો પણ વાયરલ થઇ રહી છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર દ્વારા GEBના બિલ પર માત્ર 10 હજાર રૂપિયામાં જ એસીનું વેચાણ કરવામાં આપશે. આ વાયરલ મેસેજને કારણે લોકો એસી મેળવવા માટેની માહિતી માટે વીજ કંપનીમાં તપાસ કરવા લાગ્યા.

Image Source

જો કે હકીકતમાં આવી કોઈ જ યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી નથી. પરંતુ વીજ કંપનીમાં એસી મેળવવા માટે લોકોનો ધસારો એટલો વધી ગયો હતો કે વીજ કંપનીએ કંટાળીને ખુલાસો કર્યો કે આવી કોઈ જ યોજના નથી, આ મેસેજ ખોટો છે.

Image Source

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)એ એક અખબારી યાદી બહાર પડી જેમાં સ્પષ્ટતા કરવામાં આવી કે રાજ્યની વીજ કંપનીઓમાં આવી કોઈ જ યોજના અમલમાં નથી આવી. આ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે “થોડા સમયથી સોશિયલ મીડિયામાં ’10 હજાર રૂપિયામાં GEB દ્વારા 1.5 ટનનું એસીનું વેચાણ 17-7-2019થી બીલ ઉપર મળશે’ એ શીર્ષકથી એક ખોટો મેસેજ વાયરલ થયેલો છે. આ અંગે GUVNL અને તેની સંલગ્ન વીજ કંપનીના ગ્રાહકોને જણાવવાનું કે વીજગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે કોઈક ઈસમે આવો ખોટો મેસેજ વાયરલ કરેલ હોય તેમ જણાય છે.

Image source

આવી કોઈ જ યોજના વીજ કંપનીમાં અમલમાં નથી અને આવી કોઈ યોજના વીજ કંપની ખાતે વિચારણા હેઠળ નથી તેમજ GUVNL અને તેની સંલગ્ન વીજ કંપનીને વાયરલ થયેલા મેસેજ અંગે કોઈ જ લેવા દેવા નથી.” સાથે જ તેમને આવા વાયરલ થયેલા મેસેજથી ગેરમાર્ગે ન દોરવા માટે ગ્રાહકોને વિનંતી પણ કરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks