જાણવા જેવું

ઓગસ્ટ મહિનાથી તમારો ખોવાયેલો કે ચોરાયેલો ફોન મળી જશે ગણતરીની મિનિટમાં,જાણો કઈ રીતે?

તમારા ખોવાયેલા એ ચોરી થઇ ગયેલા ફોનને શોધ માટે સરકારજલ્દી જ એક ટ્રેકિંગ સિસ્ટમ લાવી રહી છે. તમે ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખ્યા બાદ પણ તમે આસાનીથી ટ્રેક કરી શકશો. એટલું જ નહીં પરંતુ આઇએમઈઆઈ નંબર બદલાવી નાખ્યા બાદ પણ તમે ફોનને શોધી શકશો. વિભાગના એક અધિકારીએ આ બાબતની જાણકારી આપી હતી.

Image Source

આ ટેક્નિકને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમૈંટિક્સ (C-DoT)એ તૈયાર કર્યું છે.આ ઓગસ્ટમાં લોન્ચ થવાની શક્યતા છે. ટેલિકોમ વિભાગે જુલાઈ 2017ના C-DoTને મોબાઈલ ટ્રેકિંગ પ્રોજેક્ટ ‘સેન્ટ્રલ ઇકવીપેમેંટ આઇડેન્ટિટી રજીસ્ટર(CEIR)ને સોંપ્યું હતું. આનો ઉદેશ હતો એ હતો કે મોબાઈલ ફોન ચોરી અને નકલી ફોનના ધંધાને રોકવા માટેનો. સરકારે દેશમાં આ સેટઅપ માટે 15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

Image Source

અધિકારીએ જણવ્યું હતું કે,C-DoTટેક્નોલીજી સાથે તૈયાર થયો છે. સાંસદ સત્ર બાદ ટેલિકોમ ડિપાર્ટમેન્ટ લોન્ચિંગ માટે મંત્રીનો સંપર્ક કરશે. CEIRસિસ્ટમ ચોરી થઈ ગયેલા અથવા ગુમ થયેલા ફોન પર બધીજ સેવાઓને બ્લોક કરી દેશે. પછી તે સિમ કાર્ડ કાઢી નાખ્યું હોય કે પછી આઇએમઈઆઈ નંબર બદલી નાખવામાં આવ્યો હોય.આ બધા મોબાઈલ ઓપરેટર્સના આઇએમઈઆઈ ડેટા બેઝને કનેક્ટ કરશે.

Image Source

અધિકારીઓ આ બાબતે જણાવયું છે કે આઇએમઈઆઈ નંબરને બ્લેક લિસ્ટ કર્યા બાદ આ ફોન કંઇ જ કામનો નહીં રહે. ડેટાબેસની મદદથી એજન્સી ચોરી થઈ ગયેલા ફોનને આસાનીથી ગોતી શકશે. અધિકારીઓએ પણ જણવ્યું હતું કે, અમે પણ સુનિશ્ચિત કરીશું કે સરકાર તરફથી આ ડેટાબેઝનો કોઈ ખોટો ઉપયોગ કરવામાં ના આવે. આ બધા નેટવર્ક ઓપરેટર્સ માટે સેન્ટ્રલ સિસ્ટમ હશે. જ્યાં બ્લેક લિસ્ટ કરેલા મોબાઈલ ટર્મિનલને શેર કરી શકશે. જેથી કોઈ પણ નેટવર્કમાં બ્લેક લિસ્ટ કરવામાં આવેલો ડિવાઇસ બીજા કોઈ પણ નેટવર્ક પર કામ ના કરે.

Image Source

ઇન્ટરનેશનલ મોબાઇલ ઇકવીપેમેન્ટ આઇડેન્ટી અથવા આઇએમઈઆઈ અસલમાં 15 આંકડાનો યુનિક નંબર હોય છે.આ દરેક ફોનમાં અલગ-અલગ હોય છે. જેને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ બોડી GSMA અને અધિકૃત કંપની દવારા નિયુક્ત કરવામાં આવ્યો હોટ છે. જયારે એક ફોન ખોવાઈ જાય છે ત્યારે આઇએમઈઆઈ દ્વારા જ ટ્રેક કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks