ખબર

ખુશખબર : સરકારે આપી સ્વતંત્રતા દિવસની ભેટ, CNGમાં ભાવમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો

છેલ્લા ઘણા સમયથી મોંઘવારી ઘણી વધી રહી છે. ખાણી-પીણીની ચીજવસ્તુઓ, દૂધ, શાકભાજી અને પેટ્રોલ-ડિઝલ સહિત CNGના ભાવ પણ વધી રહ્યા છે. ત્યારે CNG ગેસની કિંમતોમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો હોવાને કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. CNG અને PNGના ભાવ સાતમાં આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે CNG વાહનચાલકોને સરકાએ એક મોટી ભેટ આપી છે.

IRM CNGના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેને કારણે હવે વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો CNGમાં સતત ભાવવધારા વચ્ચે રાહતના સમાચાર સામે આવતા લોકોમાં પણ ખુશી વ્યાપી ગઇ છે.છેલ્લા ઘણા સમયથી સતત CNGના ભાવમાં વધારાને લઈ વાહનચાલકો રોષે ભરાયા હતા અને ત્યારે આજે સરકાર દ્વારા IRM CNGના ભાવમાં ઘટાડો જાહેર થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ભાવ ઘટાડા બાદ હવે IRM સીએનજી 89.95 રૂની જગ્યાએ 83.95માં મળશે.

સરકારના આ નિર્ણયથી CNGના વપરાશકર્તાઓનો ખિસ્સા પરનો ભાર ઘટ્યો છે. અમદાવાદમાં CNG ગેસના ભાવ વધારાના મામલે રિક્ષા ચાલકો ભુખ હડતાળ પર ઉતર્યા છે.છેલ્લા એક વર્ષમાં 1 કિલો ગેસમાં 30 રૂપિયાનો જંગી ભાવ વધારો થતા રિક્ષાચાલકો સહિત સીએનજી વપરાશકર્તાઓ પર આર્થિક બોજ વધી ગયો છે. ત્યારે હવે સરકારે સામાન્ય જનતાને થોડી રાહત આપી છે.

જણાવી દઇએ કે, હાલ તો CNGના ભાવ વધારાને કારણે તેની અસર અન્ય ચીજવસ્તુઓ પર પણ જલ્દી દેખાય તેવી શક્યતા સેવાઇ રહી છે. શાકભાજીના ભાવો પણ વધી રહ્યા છે. મોંઘવારીએ તો સામાન્ય માણસની કમર પણ તોડી નાખી છે. પાંચ રાજ્યોની ચૂંટણી પછી સામાન્ય જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.