અજબગજબ દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

આ ટીચરએ પ્રાથમિક સરકારી સ્કુલને એવી સ્માર્ટ બનાવી દીધી એડમીશન માટે લાગે છે લાંબી લાઈનો, વાંચો લેખ

આપણે ત્યાં સરકારી પ્રાથમિક શાળાઓની હાલત જે છે એ કોઈનાથી છુપાયેલી નથી. ભણતરથી લઈને સફાઈ સુધીની ફરિયાદો ઘણીવાર સાંભળવા મળતી હોય છે. ત્યારે માતાપિતા પણ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા મોકલવાનું પસંદ નથી કરતા. જો થોડા પણ સધ્ધર હોય તો તેઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણવા મૂકે છે. પરંતુ આ બધા જ વચ્ચે ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લાના રજપુરા ગામની સરકારી પ્રાથમિક શાળા કઈંક જુદું જ ઉદાહરણ પૂરું પાડે છે. આ શાળાની શિક્ષિકા પુષ્પા યાદવે લોકોની આ ધારણાને બદલી નાખી છે કે બાળકોને ખાનગી શાળામાં મોકલવા જોઈએ. શાળાની સફાઈ અને અભ્યાસની વ્યવસ્થાને કારણે પુષ્પા યાદવને શ્રેષ્ઠ શિક્ષિકાનો પુરસ્કાર પણ મળ્યો છે.

Image Source

રજપુરા ગામની સરકારી પ્રાથમિક શાળા સરકારી હોવા છતાં આ વિસ્તારની ખાનગી શાળાઓને માત આપે છે. જેના પાછળ શિક્ષિકા પુષ્પા યાદવનો મોટો ફાળો રહ્યો છે. આ શાળા બીજી સરકારી શાળાઓ કરતા જુદી જ છે. અહીં બાળકો જમીન પર નથી બેસતા, ફર્નિચર છે ટાઇલ્સ લાગેલી છે, દીવાલો પર પેઈન્ટિંગ્સ છે, દિવ્યાંગ બાળકો માટે ખાસ વ્યવસ્થા છે, સમર કેમ્પ થાય છે, લાયબ્રેરી છે, હેલ્થ કેમ્પ થાય છે. અને કદાચ આ ઉત્તરપ્રદેશની પહેલી સરકારી શાળા છે કે જ્યા એલઈડી ટીવી દ્વારા સ્માર્ટ ક્લાસીસ લેવામાં આવે છે. અહીં બાળકો માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન પણ કરવામાં આવે છે. જેના કારણે અહીંના લોકો બાળકોને ખાનગી શાળામાંથી કાઢીને આ સરકારી શાળામાં મોકલી રહયા છે.

સરકારે કેટલીક શાળાઓને મોડલ સ્કૂલ બનાવવાની પહેલ શરુ કરી હતી. પરંતુ આ શાળાઓમાં રજપુરા ગામની સરકારી પ્રાથમિક શાળાનું નામ ન હતું, તેમ છતાં આજે આ શાળા સ્માર્ટ શાળા બની ચુકી છે. આ શાળામાં હાલ 156 બાળકો અભ્યાસ કરી રહયા છે. આ શાળાની હાલત પણ બીજી શાળાઓ જેવી જ હતી. પરંતુ હવે તસ્વીર બદલાઈ ચુકી છે. વર્ષ 2013માં શાળાની હાલત ખૂબ જ ખરાબ હતી, અંદર ઢોર બાંધીને રાખવામાં આવતા હતા. શાળાની ચાર દીવાલો પણ ન હતી. જયારે પુષ્પા યાદવની પોસ્ટિંગ અહીં થઇ એ પછી તેમને આ હાલત જોઈને શાળાને બદલવાની નિર્ણય કર્યો. તેમને શિક્ષણ વિભાગને અનુરોધ કરીને શાળાની દીવાલો બનાવડાવી અને પછી બીજી કોશિશો જાતે જ કરવા લાગી.

Image Source

પુષ્પાએ પોતાના ખર્ચે શાળાનો ગેટ બનાવડાવ્યો. અને પોતાની ભાભી સાથે મળીને શાળાની દીવાલોને રંગવાનું શરુ કર્યું. સાફ-સફાઈ કરાવી. એ પછી સ્થાનિક નેતાઓ અને સામાજિક સંસ્થાઓનો સાથે સંપર્ક કરીને તેમની મદદથી શાળામાં ફર્નિચર, એલઈડી, અને પંખા લાઈટ, લાયબ્રેરીમાં પુસ્તકો, રમતગમતના સાધનો જેવો જરૂરિયાતનો સામાન ઉપલબ્ધ કરાવ્યો હતો.

હવે આ શાળામાં રોજ સવારે પ્રાર્થના ડ્રમ અને મ્યુઝિક પ્લેયર સાથે થાય છે. બાળકો માટે લાયબ્રેરીની સુવિધા છે, જેમાં બાળકોને વાંચવા માટે અલગ સમય પણ આપવામાં આવે છે. શાળામાં બાળકોના અંગ્રેજીનાં શિક્ષણ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. શાળામાં અઠવાડિયામાં ત્રણ દિવસ યોગા અને પીટીના કલાસ પણ થાય છે. બાળકોને રોજગાર પરક શિક્ષણ, છોકરીઓ માટે સિલાઈ-કઢાઈ, આત્મરક્ષાનું પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે.

Image Source

 

ગામમાં ઘણા દિવ્યાંગ બાળકો પણ છે જે શાળાએ જઈ શકતા ન હતા પરંતુ હવે આ બાળકો માટે શાળામાં વહીલચેરની વ્યવસ્થા પણ છે. દિવ્યાંગ બાળકોને ફિઝિયોથેરાપી દ્વારા ઠીક કરવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. હવે બાળકો પણ શાળાએ ખુશી-ખુશી આવે છે. હવે આ શાળાની વ્યવસ્થાઓ જોઈને આસપાસના ગામના બાળકો પણ અહીં ભણવા આવે છે. શાળામાં બાળકોને હાઇજીન વિશે પણ શીખવવામાં આવે છે.

આ શાળાનું ઉત્થાન કરનાર શિક્ષિકા પુષ્પા યાદવ હવે એક મિસાલ બની ચુક્યા છે. વર્ષ 2017માં તેમણે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા પ્રશાસન દ્વારા તેમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, સમાજ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા બેઝિક શિક્ષા રત્ન એવોર્ડ સહીત ઘણા એવોર્ડ આપવામાં આવ્યા છે. શાળામાં કુલ પાંચ શિક્ષકો છે જેઓ પણ અભ્યાસ અને અન્ય પ્રવૃતિઓમાં મદદ કર છે.

Image Source

પુષ્પા યાદવનું કહેવું છે કે આપણે ઉત્થાન કરવા માટે કોઈની રાહ જોવી ન જોઈએ. જાતે જ પ્રયાસ કરશો તો લોકો પણ સાથ આપશે. અથાક પ્રયાસથી તેમનું એક સપનું પૂરું થઇ રહ્યું છે કે જ્યા શાળામાં રહેલા તેમની શાળાના બાળકો પણ ખાનગી શાળાના બાળકોની જેમ સ્માર્ટ બનીને નામ રોશન કરે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks