ખબર

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, શહેરી વિસ્તારોમાં હેલ્મેટને લઈ કરી આ મોટી જાહેરાત

થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા હેલ્મેટને ફરજીયાત બનાવવામાં આવી હતી. હેલ્મેટ ના પહેરવા પર મસમોટો દંડ ભરવો પડતો હતો. જેની સામે ઘણા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.

ગુજરાતમાં હેલ્મેટ ના પહેરવા પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. હેલ્મેટનો ઠેર-ઠેર વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે આજે રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Image Source

કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જાહેરાત કરતા કહ્યું હતું કે, હવે શહેરી વિસ્તારો ઉપરાંત નગર પાલિકા અને મહાનગરપાલિકામાં હેલ્મેટ પહેરવું મરજિયાત રહેશે.

નોંધનીય છે કે, ગુજરાત સરકારે ફરી એક વાર કેન્દ્ર સરકારના નિયમ સામે છૂટછાટ આપી છે. આ પહેલા રૂપાણી સરકારે ટ્રાફિક દંડમાં પણ છૂટછાટ આપી હતી. ત્યારે હવે શહેરી વિસ્તારમાંથી હેલ્મેટ પહેરવાથી મુક્તિ આપી છે. હૅલ્મેટમાંથી મુક્તિ આપતા સૌ ગુજરાતવાસીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.

Image Source

બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના પરિવહન મંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની હદ અને રસ્તા પર બાઈક ચાલકે હેલમેટ પહેરવું મરજિયાત રહેશે. હેલ્મેટના ના પહેરવા પર પોલીસ કોઈ પણ પ્રકારનો દંડ વસૂલી નહીં શકે. આ સાથે આ બંને વિસ્તારો સિવાયના તમામ હાઈવે અને ગામડાઓના એપ્રોચ રોડ પર પહેરવું ફરજિયાત છે.
આ અગાઉ પણ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારનાં ટ્રાફિક અંગેનાં કડક કાયદામાંથી ગુજરાતને છૂટછાટ અપાવી હતી, હેલ્મેટ પહેરવાના કારણે લોકોને સામાજીક પ્રસંગોમાં જવામાં કે પછી અન્ય કામોમાં પણ ખાસ્સી અગવડ પડતી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ આવી અનેક ફરિયાદો આવ્યા બાદ નિર્ણય કર્યો છે કે શહેરી વિસ્તારોમાં હેલ્મેટના કાયદામાં છૂટ આપવામાં આવે. આથી આજથી રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની હદ અને રોડ પર વાહનચાલકે હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં રહે અને પોલીસ આ સંદર્ભે કોઈપણ પ્રકારનો દંડ નહીં કરે. આ સાથે આ બંને વિસ્તારો સિવાયના તમામ હાઈવે અને ગામડાઓના એપ્રોચ રોડ પર હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.