અનાથ બાળક અને કોરોનાગ્રસ્ત માતા-પિતાના બાળકોની સંભાળ માટે જાહેર કરાયો હેલ્પ લાઈન નંબર

કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર દેશમાં એવી રીતે ફેલાયુ છે કે, ઘણા લોકોના પરિવાર ઉજડી ગયા છે અને ઘણા લોકોએ પરિવારના મોભીને ગુમાવ્યા છે. ખબર નહિ કેટલાય બાળકો એવા છે જેમણે તેમના પાલક ખોઇ દીધા છેે. એવામાં આ દિવસોમાં ઓક્સિજન, દવાથી લઇને હોસ્પિટલમાં બેડ ન મળવા સુધીની પરેશાનીઓ લોકોને ઉઠાવી પડી રહી છે. ત્યારે આ માટે કોરોનાથી પ્રભાવિત, અનાથ થયેલ 18 વર્ષ સુધીના બાળકોની ઓળખ કરીને સૂચી બનાવવાનો નિર્દેશ ડીએમ રવિંદ્ર કુમારે આપ્યો છે. (તમામ તસવીપો પ્રતિકાત્મક છે)

ગુજરાતમાં માતા-પિતામાંથી એક અથવા બંને મૃત્યુ પામ્યા હોય અથવા માતા-પિતા બંને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હોય તો તેવા સમયે બાળકોની સાર-સંભાળ સરકાર રાખશે. માતા-પિતા હોસ્પિટલમાં હોય અને બાળકોની સંભાળ રાખવાવાળું કોઇ ન હોય તો બાળ સુરક્ષા એકમ બાળકોની સંપૂર્ણ જવાબદારી ઉપાડશે.

સરકારે માતા-પિતાની આ ચિંતાને દૂર કરવા કોરોનાગ્રસ્ત માતા-પિતાના બાળકની સાર-સંભાળ રાખવા નિર્ણય લીધો છે. માતા-પિતા અથના બંનેમાંથી એકનું મૃત્યું થયું હોય અથવા માતા-પિતા બંને કોરોનાગ્રસ્ત હોય અને બાળકની સાર-સંભાળ રાખવાવાળું કોઇ નહીં હોય તો બાળ સુરક્ષા એકમ બાળકોની સંભાળ રાખશે. માતા-પિતા ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 પર કોલ કરીને મદદ માંગી શકે છે.

તમને જણાવી દઇએ કે, બાળકોને સંભાળગૃહમાં મૂકતી વખતે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ. બાળકને સંભારગૃહમાં રાખવા માટે ચાઇલ્ડ વેલફેર કમિટીની મંજૂરી લેવી પડશે. 1 દિવસથી 6 વર્ષના બાળકોને કતારગામ પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં રખાશે. જ્યારે 6થી 18 વર્ષ સુધીનાને કિશોરોને પણ કતારગામ રાખવામાં આવશે. જ્યારે બાળકીઓને રામનગર ચિલ્ડ્રન હોમમાં રખાશે. બાળકોને જમવાથી માંડીને રમત-ગમતના સાધનો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે.

Shah Jina