સ્યુસાઈડ નોટમાં વહુએ એવો ઘટસ્ફોટ કર્યો કે મારા સાસુ તેમના પ્રેમીને બોલાવીને મારી સામે જ શરીર સુખ માણતા માણતા અને…
દેશભરમાં આપઘાતના કિસ્સાઓ ખુબ જ વધુ રહ્યા છે, ઘણા લોકો આર્થિક સંકળામણમાં આવી તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોમાં દગો મળવાના કારણે મોતને સમય કરતા વહેલા વહાલું કરી લેતા હોવાની ઘણી જ ખબરો આજે સોશિયલ મીડિયા અને સમાચારમાં ચર્ચાઈ રહી છે. હાલ એવી જ એક ચોંકાવનારી ખબર અમદાવાદના ગોતામાંથી સામે આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ગોતામાં રહેતી એક 29 વર્ષની પરણીતાએ સાસરિયાના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. ત્યારે મૃતકના પિતાએ આ બાબતે સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે. જેના બાદ પોલીસે આ ફ્રિયાયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

આ બાબતે મળતી માહિતી અનુસાર મૃતક પૂજા પટેલે કૃણાલ વ્યાસ નામના યુવક સાથે લવ વિથ એરેન્જ મેરેજ કર્યા હતા. પૂજાના સાસુના કોઈ અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો હોવાનું પણ સામે આવ્યું છે. તેના સાસુના નિલેશ પંચાલ નામના કોઈ પુરુષ સાથે અનૈતિક સંબંધો હતો. પૂજાના સસરાનું નિધન ત્રણ વર્ષ પૂર્વે થઇ ગયું હતું.
આ ઉપરાંત તેનો દિયર પણ ઘરમાં મિત્રોને બોલાવી અને દારૂની મહેફિલ પણ માણતો હતો અને એ બધા વાસણ પણ જબરદસ્તી પૂજા પાસે જ ઘસાવડાવતો હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ ઉપરાંત સાસરિયા તરફથી પૂજાને દહેજ પેટે 15 લાખ રૂપિયા લાવવા માટે પણ વારંવાર દબાણ કરતા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

પૂજાએ તેના પતિને છેલ્લીવાર મેસેજ કરીને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત કરતા પહેલા તેને એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેને લખ્યું હતું કે, “હું પૂજા, મારા સાસરીવાળા મને બહુ જ ટોર્ચર કરે છે અને મારો ઘરવાળો પણ એટલે હું સુસાઇડ કરું છું. મારા ફોનમાં બધા મેસેજ છે વાંચી લેજો. મારા છોકરાને એના નાનીના ઘરે રાખવા માગું છું. મારા છોકરાને કોઈ દિવસ અહીંયા નહીં આવવા કે લાવવા માટે અરજી કરું છું તેને ફ્ક્ત તેના પિતા મળી શકશે તે પણ મારા પિયરીયાઓની હાજરીમાં જ.”

આ આગાઉ પણ પૂજાએ ફિનાઈલ પી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પૂજાના આપઘાત બાદ પુજાબહેનના પિતા કૌશિકભાઈ પટેલે પુજાબહેનના પતિ કૃણાલ, સાસુ મયુરીબહેન, નિલેશ કે પંચોલી, અજીત કે.રાવલ અને યશ વ્યાસ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.