માણસોને હોસ્પિટલમાં સારવાર લેતા જોયા હશે, આજે જુઓ 187 કિલોના ગોરીલાની કેવી રીતે હોસ્પિટલમાં થઇ સારવાર

ઘણા માણસોને આપણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા જોયા હશે, પરંતુ જયારે વાત પ્રાણીઓની આવે તો કેટલી મુશ્કેલી થઇ શકે તેની તમે કલ્પના કરી શકો છો. પ્રાણીઓ માણસની ભાષા સમજતા નથી ત્યારે જો તમને કોઈ તકલીફ થઇ હોય ત્યારે તેમની ટ્રીટમેન્ટ કરાવવી ખુબ જ મુશ્કેલ બને છે,  તે છતાં આપણે આપણા પાલતુ પ્રાણીઓને સારવાર માટે ગમે તેમ કરીને લઇ જઈએ છીએ, પરંતુ જો આવું કોઈ વિશાળ ગોરીલા સાથે થાય અને તેને સારવાર માટે લઇ જવાનો હોય તો ?

સોશિયલ મીડિયામાં એક વિશાળકાય ગોરીલાની સારવારનો વીડિયો અને તસવીરો વાયરલ થઇ રહી છે, આ ગોરીલા 187 કિલોગ્રામ વજન ધરાવે છે અને તે હોસ્પિટલમાં સારવાર લેતો જોવા મળી રહ્યો છે. ડોક્ટર અને નર્સની ટીમ આ ગોરીલાની સારવાર કરતી જોવા મળી રહી છે. આ ગોરીલાનું નામ બાર્ની છે. તેની ઉંમર 25 વર્ષની છે.

આ ઘટના અમેરિકાના મિયામી પ્રાણી સંગ્રહાલયની છે. જ્યાં આ ગોરીલાના કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તે દરમિયાન તેની આ તસવીરો ખેંચવામાં આવી હતી. આ ટેસ્ટની અંદર તેના લોહીની તપાસ કરવામાં આવી હતી અને તેનો એક્સ રે પણ કરવામાં આવ્યો હતો. ઘણા વિશેષજ્ઞ ડોક્ટર તેનું નિરીક્ષણ કર રહ્યા હતા.

આ મામલો વર્ષ 2018નો છે. આ ગોરીલાના ફેફસામાં કેટલીક તકલીફો હતી, જેના કારણે તેને કફ થઇ ગયો હતો. ડોક્ટર દ્વારા તેનું મોઢું ખોલી અને અંદર સુધી તપાસ કરવામાં આવી હતી. ગોરીલાનું વજન વધારે હોવાના કારણે ઘણા લોકો તેને ભેગા મળીને ઉઠાવ્યો હતો. તેને બેભાન કરવામાં આવ્યો. તે ત્રણ કલાક સુધી બેભાન રહ્યો હતો. જેના બાદ તેના હૃદયની તપાસ કરવામાં આવી હતી. તેના બ્લડ પ્રેશરને પણ ચેક કરવામાં આવ્યું, જે સામાન્ય હતું.

સોશિયલ મીડિયામાં તેની તસવીરો અને વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. ઘણા લોકો આ જોઈને એકદમ હેરાન પણ રહી જતા જોવા મળી રહ્યા છે. ગોરીલાની સારવાર કર્યા બાદ તેને તેના વિસ્તારની અંદર પાછો છોડી દેવામાં આવ્યો હતો.

Niraj Patel