Video: પ્રાણીસંગ્રહાલયમાં અચાનક બંને પગ પર ઉભો થયો ગોરીલા, પછી કરવા લાગ્યો ‘શ્રીવલ્લી’ સ્ટેપ

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો ફીવર લોકોમાં એટલી હદ સુધી ચઢ્યો છે કે તે ઉતરવાનું નામ જ નથી લઇ રહ્યો. લોકો ફિલ્મના ગીતો પર રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર ખુબ શેર કરી રહ્યા છે. એવામાં તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં કોઈ વ્યક્તિ નહિ પણ પ્રાણીસંગ્રહાલયમાં રહેલો ગોરીલા શ્રીવલ્લી સ્ટેપ્સ કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગોરીલા ચાલીને આવી રહ્યો છે અને અચાનક જ પોતાના બંને પગ પર ઉભો થઇ જાય છે. ગોરીલાની સામે એક નાનું એવું પાણીનું તળાવ છે જેના કિનારે બંને પગે ઉભા રહીને ગોરીલા હૂબહૂ શ્રીવલ્લી ગીતનો સ્ટેપ કરતો જોવા મળે છે. ગોરીલાના સ્ટેપ શ્રીવલ્લીના સ્ટેપને મળતા આવતા હોવાથી યુઝરે તેને શ્રીવલ્લીના ગીત સાથે જોડી દીધો અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. વીડિયો દિનેશ નામના વ્યક્તિએ શેર કર્યો છે અને કેપ્શનમા લખ્યું કે,”ધ પુષ્પા ફીવર’. વીડિયોને અત્યાર સુધીમાં લાખો વાર જોવામાં આવી ચુક્યો છે અને લોકો વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

વીડિયો પર લોકો ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે,’પરફેક્ટ સેમ ટુ સેમ’, એક અન્ય યુઝરે લખ્યું કે,”પ્રાણીઓ પર પુષ્પા ફિલ્મની સાઈડ ઇફેક્ટ’.અમુક લોકોએ ગોરીલાને ઓરીજીનલ પુષ્પા પણ કહ્યું છે અને અલ્લુ અર્જુનને ટેગ કરતા લખ્યું કે તમે પણ જુઓ આ વીડિયો. લોકોને ગોરીલાનો આ ફની અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ ગોરીલાનો વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by Dinesh Sanu (@dinesh_adhi)

Krishna Patel