ખુશખબરી: લાખ છુપાવ્યા છતાંય આખરે કેટરીના વિકિના લગ્નની તસવીરો આવી જ ગઈ- જલ્દી જુઓ PHOTOS

આજે તો લગ્નમાં ફિલ્મની પ્રખ્યાત હસ્તિઓ, ક્રિકેટ ખેલાડી અને ઉદ્યોગપતિઓનો જમાવડો થવાનો છે. અહીં ઘણાં લોકો પહેલાં પહોંચી ગયા છે. સુપર હિટ ફિલ્મ ઉરીના અભિનેતા વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કૈટરીના કૈફ (Katrina Kaif) આજે હિન્દુ રીતરિવાજથી સાત ફેરા લઇ લીધા છે. હવેથી આ યુગલ હવે પતિ પત્ની તરીકે દુનિયાની સામે આવશે. આજે 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરના કિલ્લામાં બંનેના લગ્ન યોજાયા છે. આ શાહી લગ્નમાં ખુબ જ ઓછા લોકોને ઇન્વાઇટ કર્યા હતા.

પણ લગ્ન સ્થળથી હજી સુધી એક પણ તસવીર બહાર આવી નથી. આવામાં ફેન્સ દુલ્હા અને દુલ્હનની એક ઝલક જોવા માટે આતુર છે. ત્યારે આજે સવાઈ માધોપુરમાં શુ થશે તેના પર મીડિયા અને ફેન્સની નજર છે. ફેન્સ માટે આખરે ખુશખબરી આવી જ ગઈ છે વિક્કી કૌશલ અને કૈટરીના કૈફ આખરે લગ્નના બંધનમાં બંધાઇ ગયા. સમાચારો અનુસાર એકદમ શાહી અંદાજમાં આ લગ્ન થયા છે. કૈટરીના કૈફ હવે મિસિસ કૌશલ બની ગઇ છે.

લગ્નમાં ફક્ત 120 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યુ છે, જેમાં મોટાભાગના નજીકના પરિવારજનો સામેલ છે. જૂની પુરાણી વિન્ટેજ કારમાં બેસીને વિકી જાનમાં આવશે. જાનૈયાનું સ્વાગત ગુલાબની પાંખડીઓથી કરવામાં આવશે. તો કૈટરીના કાચની બનાવેલી રજવાડી ડોલીમાં બેસીને પરણવા આવશે. ડોલી પર મિરર વર્ક કરવામાં આવ્યું છે.

આપણા ગુજરાતીઓ તો જમવા માટે ઉત્સુક હોય છે. એના વિશે વાત કરીએ તો આ વૈભવી મેરેજમાં ગુજરાતી તથા રાજસ્થાની વાનગીઓ પિરસવામાં આવશે. ગુજરાતના ઢોકળા, સમોસા અને કચોરી ખાસ રીતે હલદી ફંક્શનમાં રાખવામાં આવ્યા છે. વધુમાં અન્ય કેટલીક ગુજરાતી વાનગી પણ મહેમાનોને પિરસવામાં આવશે. તો રાજસ્થાનની ડિશ માવાની કચોરી અને ગૌંદ પાક પણ રાખવામા આવ્યો છે. તો મીઠાઈમાં ખાસ ડિશ પિરસવામા આવશે.

આજે પણ એરપોર્ટ પર સેલિબ્રિટીની રાહ જોવાઈ રહી છે. વિક્કી કૌશલ અને કેટરીના કૈફે પ્રભુતામાં પગલા માંડ્યા છે. અહેવાલ મુજબ, શાહી અંદાજમાં આ લગ્ન થયા છે. કેટરીના કૈફ હવે મિસિસ કૌશલ બની ગઇ છે.અભિનેતા વિક્કી કૌશલ અને કેટરીના કૈફ આજે લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ લગ્ન ખુબ જ ખાનગીમાં રાખવામાં આવ્યા છે,

પરંતુ મીડિયા તેમના લગ્નની એક એક હરકત ઉપર નજર રાખીને બેઠું છે, ભલે આ લગ્નમાં અંદરની કોઈ તસવીરો હજુ સુધી સામે નથી આવી પરંતુ આ લગ્નમાં કોણ કોણ હાજર થવાનું છે એ માહિતી મીડિયા દ્વારા ધીમે ધીમે સામે આવી રહી છે.

અત્યાર સુધી ઘણા સંબંધીઓ અને નજીકના મિત્રો લગ્ન સ્થળ ઉપર પહોંચી ગયા છે. તો ગઈકાલે પણ ઘણા લોકો તેમના લગ્નમાં હાજરી આપવા માટે જયપુર જવા માટે રવાના થઇ ગયા હતા. ગઈકાલે બોલીવુડના ઘણા પ્રખ્યાત સિંગરોને આ સ્ટાર્સના લગ્નમાં પહોંચવા સમયે સ્પોટ કરવામાં આવ્યા હતા.

બોલીવુડના અભિનેતા વિક્કી કૌશલ અને કેટરીના કૈફ હાલ તેમના લગ્નને લઈને ખુબ જ ચર્ચાનો વિષય બન્યા છે, રાજસ્થાનમાં તેમના લગ્ન યોજાઈ રહ્યા છે, પરંતુ આ બંનેએ ખુબ જ ખાનગીમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે, જેના કારણે મીડિયામાં પણ તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સામે આવી રહ્યા નથી. પરંતુ આ બધા વચ્ચે તેમના વિરુદ્ધ નોંધાયેલી એક ફરિયાદની ખબર આવી રહી છે.

વિક્કી કૌશલ અને કેટરીનાનો પરિવાર જ્યાં તેમના લગ્નની ધામધૂમથી ઉજવણી કર્યો રહ્યો છે ત્યારે સોમવારના રોજ તેમના વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ રાજસ્થાનના જિલ્લા વિધિક સેવા પ્રાધિકરણમાં દાખલ કરવામાં આવી છે. આ બંને રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે.

આ બંનેના લગ્ન જે હોટલમાં થવા જઈ રહ્યા છે તે સવાઈ માધોપુરના ચોથના બરવાડામાં છે. અહીંયા જ પ્રસિદ્ધ ચોથ માતાનું મંદિર છે.  પરંતુ કેટરીના અને વિક્કીના લગ્નના કારણે મંદિર જવા વાળા રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. આ ફરિયાદ આ રસ્તો બંધ કરવાને લઈને આપવામાં આવી છે.

કેટરીના અને વિક્કીની સાથે કોર્ટમાં આ ફરિયાદ સવાઈ માધોપુરમાં રહેવા વાળા નેતરબિંદુ સિંહ જાદૌન દ્વારા દાખલ કરાવવામાં આવી છે. જેમાં કેટરીના, વિક્કી સહીત સવાઈ માધોપુર કલેકટર અને હોટલ સિક્સ સેન્સેજ ફોર્ટ બરવાડા પ્રબંધન ઉપર પણ આરોપ લગાવવામાં આવ્યા છે. આ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે કેટરીના અને વિક્કીના લગ્નના કારણે પ્રસિદ્ધ ચોથ માતા મંદિર જવા વાળો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

હાલમાં મીડિયા અને સોશિયલ મીડિયામાં બસ એક જ ખબર ચર્ચાનો વિષય બની છે અને તે છે વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની. વિક્કી અને કેટ બંનેએ પોતાના લગ્ન ખુબ જ ખાનગીમાં રાખ્યા છે, તેમના લગ્નની કોઈ તસવીર પણ સામે આવી નથી, તો પણ ઇન્સ્ટાગ્રામ માં તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે. બંને લવલી કપલ આજે એટલે કે 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરથી 25 કિલોમીટર દૂર ચોથ બરવાડામાં સાત ફેરા ફરી અને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

મીડિયામાં પણ આ બંનેના લગ્નની એક એક અપડેટ જાણવાં માટે ચાહકો આતુર છે, ત્યારે ખબર આવી છે કે આ બંનેના હનીમૂનની જગ્યા પણ નક્કી થઇ ગઈ છે. પહેલા ખબર એવી હતી કે આ બંને પોતાના વ્યસ્ત સિડ્યુલના કારણે તેમનું હનીમૂન પાછું ઠેલી શકે છે, પરંતુ હવે મીડિયા રિપોર્ટ પ્રમાણે ખબર આવી રહી છે કે તે બંને લગ્ન બાદ સીધા જ હનીમૂન પર જશે.

વિક્કી અને કેટરીના લગ્ન બાદ સીધા જ મુંબઈ આવવા માટે રવાના થશે. અહીંયા વિક્કી અને કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રોને એક ગ્રાન્ડ રિસેપશન પાર્ટી આપશે, જેના બાદ તે હનીમૂન મનાવવા માટે માલદીવ જવા માટે રવાના થઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે કેટરીના કૈફ અને વિક્કી કૌશલનું પ્રિ-વેડિંગ ફંક્શન પણ શરૂ થઇ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

એવું પણ સામે આવ્યું છે કે કેટરીનાના હાથમાં વિક્કીના નામની મહેંદી પણ સજી ગઈ છે. વિક્કી-કેટરીનાએ છેલ્લા સમય સુધી પોતાના લગ્નને ખાનગી રાખ્યા છે. મહેમાનો માટે પણ તેમના લગ્નમાં ખાસ પોલિસી રાખવામાં આવી છે. આ બંનેના લગ્ન રાજસ્થાન સવાઈ માધોપુર જિલ્લાના સિક્સ સેન્સેજ ફોર્ટમાં થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

YC