શિવરાત્રીના દિવસે શિવલિંગ ઉપર માથું ટેકવાની સાથે જ મહિલાનું થયું મોત, વાંચો સમગ્ર મામલો

દેશભરની અંદર શિવરાત્રીનો તહેવાર લોકોએ ખુબ જ ધામધૂમથી ઉજવ્યો. મોટાભાગના શિવભક્તો આ દિવસે શિવાલયમાં જઈને શિવલિંગના દર્શન કરી અને પાવન પણ થયા હશે. પરંતુ આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને બધાને હેરાન કરી દીધા છે.

Image Source

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં શિવરાત્રીના અવસર ઉપર નૌસઢ પોલીસ સ્ટેશનમાં આવતા હરૈયા ગામની મહિલા મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે ગઈ હતી. જેવી જ એ 60 વર્ષીય મહિલાએ શિવલિંગ ઉપર માથું ટેકવ્યું કે તેના પ્રાણ નીકળી ગયા.

ગામના લોકોનું કહેવું છે કે વૃદ્ધ મહિલા રોજ સવારે 4 વાગે શિવલિંગ ઉપર જળ ચઢાવવા માટે જતી હતી. મંદિરમાં શિવલિંગની સામે મહિલાના મોતથી સમગ્ર ગામના લોકો હેરાન છે. તરત જ ગામના લોકો દ્વારા તે મહિલાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી પરંતુ ત્યાં પણ તેને મૃત જાહેર કરવામાં આવી.

Image Source

65 વર્ષીય જમુના પ્રસાદ કસૌધન પોતાની પત્ની વિભક્તિ દેવી સાથે મહાશિવરાત્રીના અવસર ઉપર શિવ મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે ગયા હતા. સવારે લગભગ 4 વાગે મંદિર પહોચ્યા બાદ તેમને ભગવાન ભોળેનાથનો અભિષેક કર્યો. ત્યારબાદ તેમને શિવલિંગ ઉપર હાથ રાખીને માથું ટેકવ્યું. માથું ટેકવાની સાથે જ વિભક્તિ દેવીનું પ્રાણ પંખીડું ઉડી ગયું.

Image Source

તેમના પૌત્ર રમેશ કુમારે જણાવ્યું કે પૂજા કરતા સમયે તેમના દાદીએ જેવા જ શિવલિંગ ઉપર માથું ટેકવ્યું ત્યારબાદ કોઈ હલચલ ના થઇ. તેમના દાદા જમુના પ્રસાદે પત્ની વિભક્તિ દેવીને ઘણીવાર અવાજ કર્યો. પરંતુ તેમના દ્વારા કોઈ જવાબ ના મળવા ઉપર જયારે જમુના પ્રસાદે તેમનો સ્પર્શ કર્યો ત્યારે જોયું તો તેમના પ્રાણ નીકળી ગયા હતા. તેમને અડતાની સાથે જ તે એક તરફ ઢળી પડ્યા.

જમુના પ્રસાદના બે બાળકો અને ત્રણ દીકરીઓ છે. તે બાળપણથી જ પૂજા પાઠમાં લિન રહે છે. મહાશિવરાત્રીના દિવસે ગોરખપુરમાં બનેલી આ ઘટનાની હવે સમગ્ર પંથકમાં ચર્ચાઓ થઇ રહી છે.

Niraj Patel