પહેલા પતિને તડપાવી-તડપાવી મારી નાખ્યો અને તેનાથી મન ના ભરાયુ તો દીકરા સાથે…..હે ભગવાન
ઉત્તરપ્રેશના ગોરખપુર જીલ્લાની એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ તોના પતિને તો મોતને ઘાટ ઉતાર્યો જ પરંતુ તેણે તેના એકના એક દીકરાને પણ મોતને ઘાટ ઉતારી દીધો.
પોતાના ડોકટર પતિ અને માસૂમ દીકરાની હત્યા કરનાર શાહપુર બશારતપુરી અર્ચના યાદવ અને આ ગુનામાં તેનો સાથી રહેલ પ્રેમી અય યાદવે કોર્ટે ઉંમરકેદની સજા સંભળાવી છે. ઘટનાની વિગત તપાસીએ તો, 20 જાન્યુઆરી 2016ની રાત્રે થયેલી હત્યાની ખબર 21 જાન્યુઆરીએ સવારે સામે આવી હતી. આ ઘટનાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ હતી. 24 કલાકમાં પોલિસે જયારે ખુલાસો કર્યો અને ખબર પડી કે આ ઘટનાની પાછળ બીજુ કોઇ નહિ પરંતુ તેની પત્ની અને પ્રેમી જ છે.

જાન્યુઆરી 2016ના રોજ શાહપુરના બશારતુરના નિવાસી અર્ચના યાદવા પતિ ડોકટર ઓમપ્રકાશ અને તેમના દીકરાની ઘરમાં જ હત્યા કરી દેવામાં આવી હતી. પોલિસે ઓમપ્રકાશની માતા બાગેશ્વરી દેવીની ફરિયાદને આધારે હત્યાનો કેસ દાખલ કરી અર્ચના અને તેના પ્રેમી ફિરોઝાબાદ નિવાસી અજય યાદવની ધરપકડ કરી જેલમાં મોકલ્યા હતા.
પોલિસે જણાવ્યુ હતુ કે, અર્ચના અને અજયની મુલાકાત ફેસબુક પર થઇ હતી. જયારે અર્ચના લખનઉ તેના પિયર જતી હતી ત્યારે તેઓ છૂપી રીતે મળતા હતા. પહેલા તેઓ મિત્ર બન્યા અને બાદમાં તેઓની વચ્ચે વાતચીત વધતી ગઇ અને બંનેને પ્રેમ થઇ ગયો અજય પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક હતો. તેમણે મળવાનો નિર્ણય કર્યો અને તેઓની મુલાકાત લખનઉમાં પહેલીવાર થઇ. મુલાકાત વધતા તે બંનેનો પ્રેમ પાંગર્યો અને તેઓ વચ્ચે સંબંધ પણ બંધાયો.

પ્રેમિકાના પતિ અને દીકરાની હત્યા પહેલા તે ચાર વાર ગોરખપુર આવ્યો, અર્ચનાને મળ્યો અને તેન સાસરે રહ્યો. તેમના વચ્ચે વધતા પ્રેમે પતિને મારવાની યોજના બનાવી. 20 જાન્યુઆરી 2016ની રાત્રે તેમણે આ યોજનાને અંજામ આપ્યો.
અજય ગોરખપુર પહોંચ્યો અને અર્ચનાના ઘરે જ રોકાઇ ગયો. આ સમયે ડોકટર ઓમપ્રકાશ તેમના દીકરા સાથે પાડોશમાં એક પાર્ટીમાં ગયાહા અર્ચનાએ તબિયત ખરાબ થયાનું બહાનુ બનાવ્યુ અને તે ઘરે જ રોકાઇ ગઇ. અજય યાદવના આવ્યા બાદ તેઓએ સંબંધ બનાવ્યો અને અજયને બીજા રૂમમાં સૂવડાવી દીધો.
ડોકટર ઓમપ્રકાશ તેમના દીકરા નિતિન ઉર્ફે શિવા સાથે આવ્યા અને રૂમમાં સૂઇ ગયા. અડધી રાત્રે લગભગ 12 વાગ્યા આસપાસ અર્ચનાએ અજયને ફોન કર્યો અને સૂઇ ગયાની જાણકારી આપી. તેણે ધીરે ધીરે દરવાજો ખોલ્યો અને હથોડો લઇને અજય રૂમમાં ઘૂસ્યો અને ડોકટરના માથામાં હથોડાથી પ્રહાર કરી દીધો.
આ દરમિયાન તેના દીકરાની આંખ ખુલી ગઇ અને ખૂનથી લથપથ પિતાને જોઇ તે માતાના ખોળામાં જઇ છૂપાઇ ગયો, પરંતુ અર્ચનાએ તેને પણ ગળુ દબાવીને મારી નાખ્યો. ત્યારથી જ અર્ચના અને તેનો પ્રેમી જેલમાં છે. સાબિતીને આધારે કોર્ટે તેમને ઉમરકેદની સજા સંભળાવી અને આર્થિક દંડ પણ ફટકાર્યો હતો.
આ ઘટના બાદ પણ તેઓ બંનેએ ઘણીવાર જેલમાં એકબીજાને મળવાની અરજી કરી પરંતુ તેઓ વચ્ચે કોઇ સંબંધ ન હોવા પર કાનૂન પણ મળવાની અનુમતિ આપતો નથી.