ઊંચા ગઢ ગિરનાર ઉપર આવેલા ગોરખનાથ મંદિર ઉપર પડી વીજળી, મંદિરને થયું નુકશાન, જુઓ તસવીરો

બે ત્રણ દિવસથી વિરામ લીધેલા વરસાદ દ્વારા ફરી ઉથલો મારવામાં આવ્યો અને ગુજરાતના ઘણા બધા ક્ષેત્રોમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો, આ દરમિયાન જૂનાગઢમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને તેના બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ વરસી પડ્યો હતો.

ત્યારે આ દરમિયાન જ જૂનાગઢની શાન સમા ગિરનાર પર્વત ઉપર આવેલા ગોરખનાથ મંદિરમાં વીજળી પાડવાની ઘટના બની હતી, વીજળી પડવાના કારણે મંદિરનો કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત બન્યો હતો. વીજળી પડવાના કારણે મંદિરના શિખર સાથે આસપાસનો કેટલાક ભાગને નુકશાન પહોંચ્યું હતું.

જૂનાગઢની આસપાસના ગામોમાં પણ વીજળી પડવાની ઘટનાઓ ગતરોજ સામે આવી હતી, જો કે આ દરમિયાન કોઈ જાનમાલને હાની પહોંચવાની કોઈ ઘટના સામે નથી આવી. ઉલ્લેખનીય છે કે ગત રોજ અચાનક વાતાવરણમાં પલટો સર્જાયો હતો અને ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ પડ્યો હતો.

હાલ નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે. અને છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે નવરાત્રીના આયોજનો થઇ શક્યા નહોતા, પરંતુ આ વર્ષે સરકાર દ્વારા કોરોનાનો વ્યાપ ઓછો થવાના કારણે પાર્ટી પ્લોટ અને હોલમાં ગરબાને મંજૂરી ના આપતા, શેરી ગરબાને મંજૂરી આપી હતી. જેના કારણે ગરબા રસિકો પણ ઉત્સાહમાં હતા, પરંતુ નવરાત્રીના પહેલા જ દિવસે વરસાદ ખાબકવાના કારણે ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા હતા.

Niraj Patel