મનોરંજન

લેપટોપ પછી વીજળી બોર્ડને ધોકાથી ટીપી ટીપીને ધોઈ રહેલી જોવા મળી ગોપી વહુ, વાયરલ થયો વિડીયો

જુઓ ગોપી વહુએ કેવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું, જુઓ તસ્વીરો

એક સમયનો સ્ટાર પ્લસનો લોકપ્રિય શો ‘સાથ નિભાના સાથિયા’ને ખુબ લોકપ્રિયતા મળી હતી. ‘રસોડે મૈં કૌન થા’ વિડીયો વાયરલ થયા પછી મેકર્સે એકવાર ફરીથી આ શો ને પ્રસારિત કરવાનું વિચાર્યું. એવામાં સાથ નિભાના સાથિયા-2 ને પણ દર્શકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે.

Image Source

આ શો માં અમુક કિરદારો પહેલા સીઝનના જ છે. સીઝન-1 ની મુખ્ય અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્યા પણ આ સીઝનમાં ગોપીવહુના માસુમ કિરદારમાં જ છે. એવામાં ગોપી વહુનો એક વિડીયો સામે આવ્યો છે જે પુરા જોરમાં વાયરલ થઇ રહ્યો છે.

Image Source

જણાવી દઈએ કે ગોપી વહુનો આ વિડીયો સુનિલ ગ્રોવરના શો ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાનનો છે જેને એક ચાહક દ્વારા શેર કરવામાં આવેલો છે. તેના પહેલા પણ ગોપી વહુ સાથ નિભાના સાથિયા-2 ના પ્રમોશન માટે આ શો માં પહૉચી હતી.

Image Source

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ગોપી વહુ (દેવોલિના ભટ્ટાચાર્યા)દિવાળીની સાફ સફાઈ કરી રહી છે. જેના પછી ગોપી વહુ દીવાલ પરથી ઇલેક્ટ્રીક વીજળીના બોર્ડને ઉખાડી લે છે અને તેને ધોવા બેસી જાય છે. ધોવાની સાથે સાથે ગોપી વહુ તેને ધોકાથી પણ ટીપી રહી છે. ગોપી વહુનો આ વિડીયો ખુબ વાયલર થઇ રહ્યો છે અને તેના પર રમુજી મિમ્સ પણ બની રહ્યા છે.

Image Source

સીઝન-1 માં પણ ગોપી વહુને લેપટોપ ધોતી જોવા મળી હતી. જો કે ત્યારે ગોપીના કિરદારમાં અભિનેત્રી જીયા માણેક હતી.

Image Source

સીરિયલમાં સીધી-સાદી અને શાંત સ્વભાવની દેખાતી દેવોલિનાનો બિગ બોસ-13 માં ગુસ્સેલ અને કાતિલાના સ્વભાવ જોવા મળ્યો હતો. ટાસ્કના દરમિયાન તેની પીઠ પર ઇજા થઇ હતી માટે તેને શો માંથી બ્રેક લેવો પડ્યો હતો.