OMG ! ભગવાનની લીલા તો જુઓ…4 વર્ષના છોકરાને સાપે માર્યો ડંખ તો તડપી તડપીને થયુ સાપનું જ મોત, બાળકની હાલત…

કોબારાએ 4 વર્ષના છોકરાને ડંખ માર્યો તો સાંપનું તડપી તડપીને થઈ ગયું મોત, બાળકની હાલત જાણીને રુવાડા ઉભા થઇ જશે

એક જૂની કહેવત છે ને કે જાકો રાખે સાઇયાં, માર શકે ના કોઈ. એટલે કે ભગવાન પોતે જેની રક્ષા કરે છે, તેનો કોઈ વાળ પણ વાંકો કરી શકતો નથી. આવો જ એક મામલો હાલ સામે આવ્યો છે. એક ઝેરી કોબ્રાએ 4 વર્ષના બાળકને ડંખ માર્યો પરંતુ તે પછી સાપનું જ તડપી તડપીને મોત થયુ. આ સમગ્ર ઘટના માત્ર 30 સેકન્ડમાં બની હતી. બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના માધોપુર ગામના રહેવાસી રોહિત કુમારનો ચાર વર્ષનો પુત્ર અનુજ તેના મામાના ઘરે આવ્યો હતો.

બુધવારે સાંજે અનુજ ઘરના દરવાજા આગળ બાળકો સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન કોબ્રા ખેતરમાંથી આવ્યો અને અનુજના પગમાં ડંખ માર્યો. સાપ કરડતાની સાથે જ ત્યાં હાજર બાળકો ડરીને ભાગી ગયા. આ દરમિયાન જ્યારે ત્યાં હાજર લોકોએ આ જોયું તો તેઓ બાળકને બચાવવા દોડ્યા. બાળકને ડંખ માર્યા બાદ સાપનું તડપીને મોત થઇ ગયુ હતુ. સાપના મોત બાદ બાળક ત્યાં રમવા લાગ્યો હતો. પરિવારના સભ્યો તેને તાત્કાલિક સદર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેની સારવાર શરૂ કરી. લોકોની નજર સાંપ પર પડી તો તેઓ લાકડી, દંડા લઈને સાંપને મારવા દોડ્યા, પરંતુ ત્યાં સુધી સાંપનું મોત થઈ ચૂક્યું હતું.

ડોક્ટરે જણાવ્યું કે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે અને તેને કોઈ ખતરો નથી. બાળકના પરિવારના સભ્યો મૃત કોબ્રાને બોક્સમાં લઈને સદર હોસ્પિટલ લઈ ગયા, જેથી ડોક્ટરને તપાસવામાં વધારે મુશ્કેલી ન પડે. હોસ્પિટલમાં પાંચ ફૂટ લાંબો મૃત સાપ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, માસૂમ બાળકને ડંખ માર્યા બાદ ઝેરી કોબ્રા પોતે કેવી રીતે મૃત્યુ પામ્યો તે બધામાં કુતૂહલ અને રહસ્યનો વિષય છે. આ ઘટના બિહારના ગોપાલગંજની છે. બાળકનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યુ છે અને તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ હજુ આવ્યો નથી. બ્લડ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જ ખુલાસો થઈ શકશે.

સદર હોસ્પિટલના મેડિકલ ઓફિસરનું કહેવું છે કે કોબ્રા સાપ ખૂબ જ ખતરનાક અને ઝેરી હતો. જો કોબ્રા સાપ કોઈને પણ કરડે તો સારવાર ન મળતા દર્દીનું જીવવું મુશ્કેલ બની જાય છે. માત્ર ‘એન્ટી સ્નેક વેનોમ’ એક માત્ર ઈન્જેક્શન છે, જે સાપના ઝેરને મારી નાખવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે સાપે બાળકને ડંખ માર્યો ત્યારે પરિવાર તેને સદર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં લઈ ગયો. અહીં સારવાર શરૂ કરવામાં આવી હતી અને બાળકનો જીવ બચી ગયો હતો. આમાં દૈવી શક્તિની કોઈ વાત નથી. જો કે, સાપનું કેવી રીતે મોત થયુ તે હજી સુધી જાણી શકાયુ નથી.

Shah Jina