રાજકોટ ખોડલધામથી દર્શન કરી પરત ફર્યા બાદ ગોપાલ ઇટાલિયાના ઘરે ગુંજી કિલકારી, જાણો દીકરી આવી કે દીકરો

આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત રાજ્ય અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આ દિવસોમાં ઘણા વિવાદોમાં સપડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા હીરાબા પર તેમની વાંધાજનક ટિપ્પણીને કારણે તેઓ ચર્ચામાં છે. જોકે, આ પહેલીવાર નથી કે AAP નેતા વિવાદોમાં ફસાયા હોય. પરંતુ આ બધા વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા તેમના ઘરે દીકરીનો જન્મ થયો હોવાને કારણે આજે ચર્ચામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ દીકરી સાથેની તસવીર શેર કરતા લખ્યુ- કાલે ખોડિયાર માતાજી

અને ઉમિયા માતાજીના દર્શન કર્યા બાદ રાત્રે મને માતાના આર્શીવાદ મળ્યા અને મારા ઘરે લક્ષ્મીજી સ્વરૂપ દીકરીનો જન્મ થયો. પ્રેમાળ દીકરીનું આ ખૂબસુરત દુનિયામાં અને મારા પરિવારમાં સ્વાગત છે. દીકરીને બધાનો આશીર્વાદ મળે એ જ પ્રાર્થના. જણાવી દઇએ કે, ઈટાલિયાવા અત્યાર સુધીમાં ત્રણ વીડિયો સામે આવ્યા છે. પહેલા વીડિયોમાં તેમણે પીએમ મોદીને ગાળો આપવા સિવાય ઘણી વિવાદાસ્પદ વાતો કહી હતી.

બીજા વિડિયોમાં, ઇટાલિયાએ મહિલાઓ પર ટિપ્પણી કરી હતી અને ત્રીજા વિડિયોમાં તેઓ મોદીને નીચ પ્રકારના માણસ અને તેમની માતાને નોટંકીબાજ જેવા શબ્દો કહી રહ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુજરાત આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પર આકરા પ્રહારો કર્યા. પીએમ નરેન્દ્ર મોદી અને તેમની માતા હીરા બા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સ્મૃતિ ઈરાનીએ ઈટાલિયાને ગટર માઉથ કહ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં, દિલ્હી પોલીસે ગુરુવારે ગોપાલ ઇટાલિયાની અટકાયત કરી હતી અને તેમને સરિતા વિહાર પોલીસ સ્ટેશન લઈ ગયા. જો કે થોડા કલાકોની અટકાયત બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.

Shah Jina