મનોરંજન

પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવી રહી છે આ અભિનેત્રી, પિતા મુસ્લિમ તો માતા છે હિન્દૂ- જુઓ

ગુગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન બની ગયું છે. વિશ્વભરમાં લોકો ગુગલના માધ્યમ દ્વારા રોજનું ઘણું બધું સર્ચ કરતા હોય છે ત્યારે આપણો પાડોશી અને દુશ્મન દેશ પાકિસ્તાનમાં શું સર્ચ થઇ રહ્યું છે એ પણ જાણવાની સૌને ઈચ્છા હોય છે.

Image Source

ગુગલ દ્વારા હમણાં જ એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાનની અંદર સૌથી વધુ સર્ચ કરવામાં આપણા દેશની જ ઘણું શામેલ રહ્યું છે. જેમાં વિંગ કમાન્ડર અભિનંદન ટોપ 10માં રહ્યો આ સિવાય અભિનેત્રી સારા અલી ખાન પણ આ લિસ્ટમાં મોખરે જોવા મળી. આ ઉપરાંત લતા મંગેશકર, રાનું માંડલ, વિક્કી કૌશલ જેવા નામો પણ સામે આવ્યા હતા.

Image Source

ગુગલ ટ્રેડિંગ સર્ચ 2019ના લિસ્ટમાં ટીવી પર પ્રસારિત થતો શો “બિગ બોસ-13” આ શ્રેણીમાં સૌથી વધુ સર્ચ થયો હતો અને બીજા સ્થાને રહ્યો છે જયારે બાળકોની મનગમતી કાર્ટૂન શ્રેણી “મોટું પતલુ” આ શ્રેણીમાં 8માં સ્થાને રહ્યો છે.

Image Source

બોલીવુડના અભિનેતા સૈફઅલી ખાનની દીકરી સારાઅલી ખાન આ શ્રેણીમાં છઠ્ઠા નંબર ઉપર જોવા મળી હતી. જેને પાકિસ્તાનમાં સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવી છે. જેની માતા અમૃતા સીંગ હિન્દૂ છે જયારે તેના પિતા સૈફઅલી મુસ્લિમ અભિનેતા છે.

Image Source

સારાના માતાપિતાના ડિવોર્સ થઇ ચુક્યા છે. સૈફઅલી ખાને કરીના કપૂર સાથે લગ્ન પણ કરી લીધા છે. સારાએ ફિલ્મ “કેદારનાથ”થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. આ સિવાય તે રણબીર સીંગ સાથે ફિલ્મ “સિમ્બા”માં પણ જોવા મળી. સારા આગામી દિવસોમાં ફિલ્મ “લવ આજકલ-2” અને “ફૂલી નંબર-1” માં નજર આવશે.

Image Source

પાકિસ્તાનના ગુગલ સર્ચના લિસ્ટમાં સારા 6 નંબર ઉપર રહી છે જે તેની લોકપ્રિયતા વિશ્વભરમાં ફેલાઈ રહી છે તે બતાવી રહ્યું છે.

Image Source

આ સિવાય ભારતમાં પણ જે વ્યક્તિ ચર્ચામાં રહી. રેલવે સ્ટેશન ગીતો ગાઈને જે રાત પ્રખ્યાત બની ગઈ એવી ગાયિકા રાનુ માંડલ પણ આ લિસ્ટમાં 7માં નંબર ઉપર જોવા મળી હતી.

Image Source

વિંગ કમાન્ડર અભિનંદન જે પાકિસ્તાનમાં ખુબ જ ચર્ચામાં રહ્યા હતા જેને આજે ભારતના પણ દરેક નાગરિક નામથી જ ઓળખતા થઇ ગયા તેઓ આ શ્રેણીમાં 9માં નંબર ઉપર રહ્યા હતા. પાકિસ્તાનમાં પણ તેમના વિષે ઘણું જ આ વર્ષે સર્ચ કરવામાં આવ્યું હતું.