ખબર

અંબાણી પાસે કેટલા પૈસા છે? ખુદ GOOGLE આપ્યો આ જવાબ

કહેવાય છે ને કે નામમાં શું રાખ્યું છે જે છે એ કામ બોલે છે. પણ સાહેબ નામમાં નહીં પણ જે રાખ્યું છે એ અટકમાં રાખ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેનની અટક પણ કંઈક એવી જ છે. મુકેશ અંબાણી ………. જેમનું નામ નહીં પણ એમની અટક ઘણું બધું કહી જાય છે.

મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિમાં પૈકી એક છે. માનવામાં આવે છે કે, એમને જે પણ કમાયું છે પૂરી મહેનત અને લગનથી કમાયું છે પણ હવે ગુગલ ટ્રાન્સલેશનમાં જોઈને એવું લાગે છે કે એમની મહેનત સફળ થવા પાછળ એમની અટકનો કંઈકને કંઈક ફાળો જરૂર છે.

આવું અમે એટલા માટે કહીએ છીએ કે જો તમે અંબાણી અટકને રોમાનિયા ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ કરો તો એનો અર્થ એ નીકળે છે કે ‘મારી પાસે પૈસા છે.’

સૌથી પહેલા આ સ્ક્રીનશોટ ‘રેડિટ’ પાસે સામે આવ્યો અને પછી એ થોડી જ ક્ષણોમાં વાયરલ થઇ ગયો હતો.
જણાવી દઈએ કે ‘ફોર્બ્સ’ મેગેઝીનના મત મુજબ મે 2019 સુધી તેમની સંપત્તિ 51.1 બિલિયન ડોલર મતલબ કે 36,12,10,05,00,000 જેટલી હતી. દુનિયાભરના અરબોપતિના લિસ્ટમાં મુકેશ અંબાણીનો 13મો નંબર આવે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સ્થાપના મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના પિતા સ્વ ધીરુભાઈ અંબાણીએ કરી હતી. ધીરુભાઇ 2002ની સાલમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ બંને ભાઈઓ અલગ થઇ ગયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ 2016માં રિલાયન્સ જીઓ લોન્ચ કર્યું હતું.

આજે રિલાયન્સ જીઓએ અન્ય ટેલિકોમને માર્કેટમાં રહેવા માટે હંફાવી દીધા છે. જીઓએ ટેલિકોમ માર્કેટમાં એકથી એક ચઢિયાતી ઓફર આવવા લાગી અને બધું બદલાઈ ગયું. આજે લોકોની જીઓની મહેરબાનીથી આઉટગોઈંગ કોલ સુવિધા, ઈન્ટરેનેટ, એસએમએસ જેવી સુવિધા નજીવા દરમાં મળે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.