ના હોય! આ 12 જગ્યાઓને Google Maps પર બતાવવા પર છે પ્રતિબંધ!

આપણા વિશ્વમાં આમ તો ઘણી એવી રહસ્યમય અને સંવેદનશીલ જગ્યાઓ છે જ્યાં સામાન્ય લોકોના જવા પર પ્રતિબંધ છે. એટલું જ નહીં આવી જગ્યાઓ પર પરથી હવાઈ જહાજ પણ ઉડાવી શકાતું નથી. પરંતુ શું તમે જાણો છો વિશ્વમાં કેટલીક એવી પણ જગ્યા છે જેને ગૂગલ મેપ પર બતાવવાની મનાઈ છે. નવાઈ લાગીને તમને! આ વાત સાચી છે.

હકિકતમાં આ વાત ત્યારે સૌથી વધુ ચર્ચાનો વિષય બની જ્યારે ગયા મહિને એપલના સીઈઓ ટિમ કુકના ઘરને એપલ મેપ્સ અને ગૂગલ મેપ્સ પર બ્લર કરવામાં આવ્યું હતું. આવું ત્યારે કરવામાં આવ્યું હતું જ્યારે એક મહિલાએ ટિમ કુકનો પીછો કર્યો હતો. જો કે આ દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જેને ગુગલ મેપ પર દર્શાવવા પર પ્રતિબંધ છે. આવી 10થી વધુ જગ્યાને ગુગલે પોતાના મેપ પરથી હટાવી દીધી છે. તો આવો જોઈએ આ કઈ કઈ જગ્યાઓ છે.

1. Prison de Montlucon, France: ગુગલ મધ્ય ફ્રાન્સમાં હાજર જેલને સેંસર કરી ચૂક્યું છે. આવું 2018માં સુરક્ષના કારણોસર ફ્રાન્સ સરકારના નિવેદન પર કરવામાં આવ્યું હતું.

2. Moruroa, French Polynesia: દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્થિત મોરુરોઆ એક નાનો પ્રવાલદ્વીપ છે. તેને કેમ પ્રતિબંધિત કરવામાં આવ્યો તે તો સ્પષ્ટ નથી પરંતુ કહેવામાં આવે છે કે, આ આઈલેન્ડનો ન્યૂક્લિયર ઈતિહાસ રહ્યો છે.

3. 2207 Seymour Avenue, Ohio: Ariel Castro નામના વ્યક્તિએ વર્ષ 2002થી લઈને 2004 સુધી કેટલીક છોકરીઓને કિડનેપ કરીને ઓહિયો સ્થિત ઘરમાં રાખી હતી. તેમણે મે 2013 સુધી આ છોકરીઓને કિડનેપ કરીને રાખી હતી. હવે આ જગ્યાને પણ ગૂગલ મેપ પર દર્શાવવા પર પ્રતિબંધ લાગ્યો છે.

4. House in Stockton-on-Tees: બિટેનમાં હાજર Princeport Road પર સ્થિત Stockton-on-Tees ગુગલ પર બ્લર છે.

5. Jeannette Island, Russia: બરફથી ઢંકાયેલો રહેતો આ આઈલેન્ડ 1.2 માઈલ લાંબો છે. એવું માનવામાં આવે છે કે, રશિયા અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે આ આઈલેન્ડને ગૂગલ મેપ પર બ્લર કરવામાં આવ્યો છે.

6. Norh Korea: નોર્થ કોરિયાના ઘણા વિસ્તારો પણ ગૂગલ મેપ પર બ્લર છે.

7. Amchitka Island – Alaska: 50, 60 અને 70 ના દાયકામાં Amchitka Island પર અમેરિકાના ન્યૂક્લિયર ટેસ્ટિંગ થતા હતા. પરંતુ ગૂગલ મેપ પર તેના ઘણા ભાગોને બ્લર કરવામાં આવ્યા છે. અમેરિકાએ અહિંયા અંડર ગ્રાઉન્ડ ઘણા ન્યૂક્લિયર ટેસ્ટ કર્યા છે.

8. Greek military base: ગ્રીસની રાજધાની એેથેંસમાં સ્થિત આ મિલિટ્રી બેસ પણ ગૂગલમાં પૂરી રીતે બ્લર છે. આવું સુરક્ષા કારણોને લીધે કરવામાં આવ્યું છે.

9. French nuclear facility: ફ્રાન્સમાં હાજર The AREVA La Hague nuclear fuel reprocessing facility પણ ગુગલમાં બ્લર છે. આ 1976 માં ખોલવામાં આવ્યો હતો. અહિયાથી ઘણા દેશોને ન્યૂક્લિયર ફ્યૂલ આપવામાં આવે છે.

10. Polish Special Forces base: અહિંયા પોલેન્ડની સ્પેશિયલ ફોર્સની ટ્રેનિંગ થાય છે. આ પણ ગૂગલ મેપ પર બ્લર છે.

11. Patio de los Naranjos, Spain: સ્પેનમાં હાજર Patio de los Naranjos આ જગ્યા સરકારી ઓફીસો પાસે છે. તે જગ્યાને શા માટે બ્લર કરવામાં આવી છે તેના વિશે કોઈ સ્પષ્ટ કારણ ઉપલબ્ધ નથી.

12. Tim Cook’s house: એપલે પોતાની મેપ સર્વિસમાં ટિમ કુકના ઘરની જગ્યાએ એક અદ્રશ્ય દિવાલ બતાવી દીધી હતી. તેથી હવે કોઈ પણ વ્યક્તિ ટીમ કૂકનું ઘર પબ્લિકલી જોઈ શકશે નહીં. આ ઉપરાંત ગૂગલ મેપ પર પણ તેમના ઘરને પિક્સલેટ કરવામાં આવ્યું છે. CultOfMacના જણાવ્યાં પ્રમાણે ટીમ કૂકના ઘરની કિંમત 25 કરોડથી પણ વધારે છે. એપલ કંપનીના બોસ ટીમ કૂકનું ઘર કેલિફોર્નિયાના પાલો આલ્ટોમાં આવેલું છે.

YC