જાણવા જેવું

તમારો પાસવર્ડ કોઈએ લીધો છે કે નહીં તે ગૂગલ જણાવશે, આ રીતે ચેક કરો

આપણે ડિજિટલ યુગમાં રહીએ છીએ અને એટલે જ આપણા બધા જ પાસવર્ડ્સને સુરક્ષિત પણ રાખવા પડે છે. પાસવર્ડ્સ આપણા એકાઉન્ટની ચાવી જેવા હોય છે અને એકવાર પાસવર્ડ લીક થઈ જાય અથવા તમારો વ્યક્તિગત ડેટા હેક થઈ જાય તો અન્ય વિગતો સરળતાથી ખોટા હાથમાં જઈ શકે છે. ગુગલે યુઝર્સના પાસવર્ડ લિક અથવા કોઈપણ પ્રકારની હેકિંગથી બચાવવા માટે ક્રોમ બ્રાઉઝરમાં એક વિશેષ ટૂલને ઇન્ટિગ્રેટ કરવાનું નક્કી કર્યું. એની મદદથી, યુઝર્સને રિયલ ટાઈમ પ્રોટેક્શન મળશે અને સાથે જ એ પણ જણાવવામાં આવશે કે તેમનો પાસવર્ડ પહેલાં ક્યારેય લીક તો થયો નથી કે તેઓ ડેટા હેકિંગનો શિકાર તો બન્યા નથી ને.

Image Source

જો તમારો પાસવર્ડ કોઈક પ્રકારની હેકિંગમાં ચોરાઈ ગયો છે અથવા કોઈ બીજાએ તેનો ઉપયોગ કર્યો છે, તો હવે ગૂગલ તમને મદદ કરશે. આ નવા ટૂલની મદદથી ગૂગલ યુઝર્સના દરેક ટેન્શનનો ઈલાજ કરશે. આ અગાઉ કંપનીએ પાસવર્ડ ચેક કરવા માટે માટે એક્સ્ટેંશન જારી કર્યું હતું, પરંતુ કંપનીએ હવે તેને ઇનબિલ્ટ સુવિધા બનાવવાનું નક્કી કર્યું છે. કંપનીનું કહેવું છે કે આ રીઅલ-ટાઇમ પાસવર્ડ સુરક્ષા આપશે અને આ માટે તમારે કોઈ એક્સ્ટેંશનની જરૂર નહીં પડે.

Image Source

ગૂગલ પાસવર્ડ મેનેજર, Android અને Chromeમાં સિંક હોય છે, અને આની પર આવનાર નવું Password Checkup ટૂલ યુઝર્સને જણાવે છે કે તેમનું લોગીન કોઈ મોટા ડેટા લિક અથવા હેકિંગનો ભાગ નથી બન્યું ને. આ રીતે પાસવર્ડ સંપૂર્ણ સલામત રહેશે. જો કોઈ મોટી હેકિંગમાં તમારો પાસવર્ડ બ્રીચ થયો છે તો પછી ગૂગલ તમને પાસવર્ડ બદલવાની સલાહ આપશે. જો તમે નબળા પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો, તો ગૂગલ તમને આ માટે પણ જાણ કરશે. આ માટે, Chromeમાં બિલ્ટ ઇન સુવિધા આપવામાં આવશે.

Image Source

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, ગૂગલે તેના વેબ બ્રાઉઝર ક્રોમ માટે પાસવર્ડ ચેકઅપ એક્સ્ટેંશન શરૂ કર્યું હતું. કંપનીના જણાવ્યા મુજબ આ એક્સ્ટેંશનને 10 લાખ વાર ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ગૂગલ ક્રોમમાં બિલ્ટ ઇન પાસવર્ડ ચેકઅપ થશે. એટલે કે આ પછી, યુઝર્સને કોઈ પણ એક્સ્ટેંશનની જરૂર રહેશે નહીં. ગૂગલે કહ્યું છે કે કંપની આ ટૂલને સુરક્ષાના મુદ્દા સાથે લાવી રહી છે.

Image Source

ગૂગલે ગુગલ એકાઉન્ટમાં જ ચેકઅપ ઓપ્શન આપ્યો છે. એનાથી એ સમજી શકાય છે કે તમારા પાસવર્ડ સાથે ચેડા કરવામાં આવ્યો છે કે નહીં. જો તમે લાસ્ટ પાસ પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો છો, તો પછી તે સુવિધા પણ તે ટૂલમાં આપવામાં આવી છે. તમે password.google.com ને એક્સેસ કરીને આ ચેક કરી શકો છો.

Image Source

આ રીતે કામ કરે છે ટૂલ –
હાલનો પાસવર્ડ ચેકઅપ ટૂલ યુઝર્સના એકાઉન્ટ કે સર્વિસ પર લોગીન કરતા જ આપમેળે એકાઉન્ટના પાસવર્ડની દેખરેખ રાખે છે. જો આ એક્સ્ટેંશન કોઈપણ પ્રકારની સુરક્ષા ભંગ અથવા પાસવર્ડ લિક ડિટેકટ કરે છે તો એ લાલ રંગના વોર્નિંગ બોક્સમાં યુઝરને તરત જ તે ખાતાનો પાસવર્ડ બદલવાનો મેસેજ આપે છે. જો યુઝર આ મેસેજને કોઈપણ કારણોસર અવગણે છે, તો જ્યાં સુધી તે પાસવર્ડ ન બદલાય ત્યાં સુધી તે લાલ રહેશે. જો પાસવર્ડ સેફ થઇ જવાની સ્થિતિમાં તે લીલો રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.