સિંધુભવન રોડ પર હાઇ ફાઈ 5 સ્ટાર હોટેલમાં યુવતી સાથે આમીરે હવસ સંતોષી, માણ્યું સુખ ધરારથી….યુવતી નીકળી મોટી હસ્તી- જાણો વિગત
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મહિલાઓ સાથે દુષ્કર્મ અને છેડતીની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. આવી ઘટનાઓમાં સોશિયલ મીડિયા કે મેટ્રોમોનિયલ સાઈટ પર એકાઉન્ટ બનાવીને મહિલાઓ અને યુવતીઓને સાથે મિત્રતા કરી તેમને લગ્નના ખોટા વાયદા આપીને તેમનો વિશ્વાસ કેળવી દુષ્કર્મ પણ આચરવામાં આવતું હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જ્યાં એક મહિલા સાથે 5 સ્ટાર હોટલમાં દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના પૉશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર આવેલી હોટલ તાજ સ્કાયમાં આઇટીસી કંપનીમાં કામ કરતા એક્ઝિક્યુટિવે એક 27 વર્ષની ગૂગલમાં કામ કરતી યુવતીને કેફી પદાર્થ મિશ્રિત ચા પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે સરખેજ પોલીસે સાયબરાબાદ પોલીસ સ્ટેશનમાંથી 0 નંબરથી દાખલ થઈને આવેલી ફરિયાદના આધારે બુધવારના રોજ આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ બાબતે જાણવા મળી રહ્યું છે કે આરોપી યુવક સાથે આ યુવતી એક મેટ્રોમોનિયલ વેબસાઈટ દ્વારા પરિચયમાં આવી હતી. જેના બાદ યુવક અને યુવતીના લગ્ન પણ નક્કી કરી દેવામાં આવ્યા હતા. જે મુજબ પરિવારે શુકન તરીકે 11,786 રૂપિયા પણ ગત ઓક્ટોબર માસમાં આપ્યા હતા. આ દરમિયાન યુવતી અમદાવાદમાં IIMમાં એક સેમિનાર એટેન્ડ કરવા માટે આવી હતી. ત્યારે તે 5 સ્ટાર હોટલ તાજમાં રોકાઈ હતી.
ત્યાં તેની સાથે સગાઈ કરવામાં આવેલ યુવક આમીર અકીલ શેખ પણ યુવતીને મળવા માટે તે હોટલમાં આવ્યો હતો અને તેણે યુવતીને ચા બનાવીને પીવડાવું એમ કહીને નશાની દવા ઉમેરી યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. યુવતી રડતી રહી છતાં પણ આરોપી પોતાની હવસ સંતોષતો રહ્યો. જેના બાદ યુવતી ફોરવર્ડ માઈન્ડની છે એમ કહીને યુવકે સગાઈ તોડી નાખી હતી. આ વાતથી લાગી આવતા યુવતીએ આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેના બાદ યુવતીના પરિવારજનોએ ન્યાય માટે ફરિયાદ દાખલ કરી હતી.