8મી પાસ ડ્રાઈવર પિતાનો 3 વર્ષનો દીકરો બની ગયો ગુગલ બોય, દરેક સવાલના જવાબ છે તેની પાસે હાજર

આપણે ત્યાં એક કહેવત છેલ્લા ઘણા સમયથી આપણે સાંભળતા આવ્યા છે કે “વહુના લક્ષણ બારણામાં અને પુત્રના લક્ષણ પારણામાં.” આ કહેવતને સાચી ઠેરવી છે છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં રહેવા વાળા 3 વર્ષ 6 મહિનાના બાળક હિમાંશુએ.

પહેલી નજરમાં સાધારણ દેખાવવા વાળો હિમાંશુ દુર્ગ જિલ્લાનો વંડર કિડ છે. જેને તમે ગુગલ બોય પણ કહી શકો છો. કારણ કે તે આટલી નાની ઉંમરમાં જ દેશ અને દુનિયાનું ઘણું બધું જ્ઞાન ધરાવે છે. ખાસ વાત તો એ છે કે હિમાંશુના પિતા એક બસ ડ્રાઈવર છે. અને તેમના સંઘર્ષની કહાની પણ ખુબ જ દિલચસ્પ છે.

ગુગલ બોય તરીકે ઓળખ મેળવનારા હિમાંશુનું દિમાગ પણ ખુબ જ ઝડપી ચાલે છે. આ નાના એવા બાળક સામે મોટા મોટા જ્ઞાનીઓ પણ નાના બની જાય છે. હિમાંશુને દેશ-દુનિયા, જ્ઞાન, વિજ્ઞાન, અર્થવ્યવસ્થા, ઓટોમોબાઇલ, આવિષ્કાર, પ્રખ્યાત હસ્તીઓ અને તેમની ઉપ્લબધિઓ વિશેની બધી જ જાણકારી છે. જેને સાંભળીને દરેક વ્યક્તિ ખરેખર હેરાન રહી જાય છે.

પોતાના તોતળા અવાજની અંદર બોલનારો માત્ર સાડા ત્રણ વર્ષનો હિમાંશુ અઢી હજારથી પણ વધારે શબ્દોનું જ્ઞાન ધરાવે છે. અદભુત બૌદ્ધિક ક્ષમતા ધરાવનાર આ માસુમ બાળકને છત્તીસગઢના 90 વિધાયક, જરાજય અને કેન્દ્રીય મંત્રી મંડળથી લઈએં લગભગ 50થી પણ વધારે દેશ અને તેમની રાજધાનીઓના નામ મોઢા ઉપર જ યાદ છે.

કોરોના કાળની અંદર જયારે સમગ્ર દુનિયા થંભી ગઈ હતી ત્યારે હિમાંશુનાં ડ્રાઈવર પિતાએ ઘરે જ હિમાંશુને ભણાવવાનું નક્કી કર્યું અને આજે તેને હરતો-ફરતો ગુગલ બનાવી દીધો.

હિમાંશુનાં પિતા રજુ સિંહાએ જણાવ્યું કે લોકડાઉનના ખાલી સમયમાં તેમને પોતાના દીકરાને ભણાવવાનું શરૂ કર્યું. હિમાંશુને ભણાવતા ભણાવતા તેમને અનુભવ થયો કે તેનું દિમાગ બીજા બાળકોની અપેક્ષામાં ખુબ જ ઝડપી ચાલે હ્ચે. તેને એકવાર કોઈ વાત યાદ કરાવી દેવામાં આવે તો તે ક્યારેય ભૂલતો નથી.

રાજુએ જણાવ્યું કે તેમને ત્યારબાદ પોતાનું બધું જ ધ્યાન હિમાંશુનાં આભ્યાસ પાછળ જ લગાવી દીધું. સૌથી પહેલા તેને છત્તીસગઢ અને ત્યારબાદ ભારતની પ્રસિદ્ધ વસ્તુઓ વિશે ભણાવવાનું શરૂ કર્યું. બીજા દિવસે જયારે તે હિમાંશુને સવાલોના જવાબ પૂછતો ત્યારે તે દરેક ઉત્તર સાચા આપવા લાગ્યો.

રાજુએ જણાવ્યું કે જે સવાલોના જવાબ તે પોતે પુસ્તકમાં જોઈને જણાવતા હતા. તેનો જવાબ હિમાંશુ જોયા વિના જ આપી દેતો હતો. જેના કારણે રાજુને એવું લાગ્યું કે તે એવું પ્રશ્નપત્ર તૈયાર કરે જે તેના જ્ઞાનકોષમાં વધારો કરે.

રાજુએ પોતાના દીકરા માટે હજાર પ્રશ્નોનું એક પ્રશ્નપત્ર તૈયાર કર્યું અને હિમાંશુને તે સવાલોના જવાબ યાદ કરાવવાનું શરૂ કરી દીધું. ધીમે ધીમે હિમાંશુને એ તમામ 1 હજાર સવાલ યાદ થઇ ગયા.

હિમાંશુને ગુગલ બોય બનાવવા પાછળ તેના પિતાનો ખુબ જ મોટો હાથ છે. રજુ સિંહા પોતે બસ ડ્રાઈવર છે અને તે માત્ર 8માં ધોરણ સુધી જ ભણેલા છે તે છતાં પણ તેમને પોતાના દીકરાને લોકડાઉનના સમયમાં ભણાવ્યા અને આજે સોશિયલ મીડિયામાં પણ હિમાંશુ છવાઈ ગયો છે.

Niraj Patel