દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો

22 વર્ષે મારા લગ્ન થયા, અને લગ્ન પછી 2 વાર મિસકેરેજ થયું. એ પછી મારા ખોળે મારા દીકરા પાર્થનો જન્મ થયો. એ પછી તરત જ એક વર્ષમાં જ હું પથારી વશ થઇ ગઈ, જયારે મારો દીકરો ફક્ત 1 જ વર્ષનો હતો. મારા પતિએ મારી ખૂબ સેવા કરી છે.”

આ મહિલાનો પુત્ર છે શ્રવણ જેવો, મારુ જાજરૂ બાથરૂમ 13 વર્ષ નો દીકરો સાફ કરતો, આ 2.5 વર્ષમાં ઉતાર્યું 115 કિલો વજન, એક સમયે વજનથી કંટાળી PM પાસે માંગ્યું હતું ઇચ્છા મૃત્ય, જાણો કેવી રીતે ઉતાર્યું જાણો ?

હજી બે વર્ષ પહેલા જ પોતાના શરીર 175 કિલો વજન ધરાવતા વડોદરાના શકુંતલા બહેને તેમનું 115 કિલો વજન ઘટાડીને વિક્રમ સર્જ્યો છે અને સમાજને નવી રાહ ચીંધી છે. પરંતુ વર્ષ 2016માં તેમણે આનંદીબેન પટેલ અને નરેન્દ્ર મોદી સામે ઈચ્છામૃત્યુની માગણી કરી હતી.

વાત એમ છે કે શકુંતલા બહેન તેમના વજનના કારણે ખૂબ જ ચિંતામાં રહેતા હતા. તેમનું વજન એટલું બધુ હતુ કે નહોતા તે ચાલી શકતા કે નહોતા તે ક્યાંય બેસી શકતા. આખરે તેમની જીવન જીવવામાં કંટાળો આવવા લાગ્યો અને વર્ષ 2016માં તેમણે આનંદીબેન પટેલ અને નરેંદ્ર મોદીને પોતાના વધારે પડતાં વજનના કારણે જીવન જીવવામાં તકલીફ પડતી હોવાથી ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી. જો કે તેમની માંગનો સ્વીકાર થયો ન હતો.

શકુંતલા બહેને એમની આખી વાત જણાવતા કહ્યું, “જયારે હું 5 વર્ષની હતી ત્યારે મને ખૂબ તાવ આવ્યો હતો. ત્યારે ડોક્ટરે દારૂના નશામાં મને ઇન્જેક્શન માર્યું હતું. એ જ દિવસથી મારી તકલીફોની શરૂઆત થઇ હતી. પછી 22 વર્ષે મારા લગ્ન થયા, અને લગ્ન પછી 2 વાર મિસકેરેજ થયું. એ પછી હું ત્રીજીવાર ગર્ભવતી થઇ અને મારા ખોળે મારા દીકરા પાર્થનો જન્મ થયો. એ પછી તરત જ એક વર્ષમાં જ હું પથારી વશ થઇ ગઈ, જયારે મારો દીકરો ફક્ત 1 જ વર્ષનો હતો. મારા પતિએ મારી ખૂબ સેવા કરી છે.”

પોતાના દીકરા પાર્થને શ્રવણ સાથે સરખાવતાં શકુંતલા બહેને જણાવ્યું, “આજે મારા દીકરા પાર્થની ઉમર 16 વર્ષ છે પરંતુ જયારે પાર્થ અઢી વર્ષનો જ હશે ત્યારેથી જ એ મારી બધી જ રીતની સેવા કરતો થઇ ગયો હતો. મારી દીકરો કળિયુગનો શ્રવણ છે. હાલના સમયમાં જયારે મોટા મોટા છોકરાઓ પોતાના માબાપની સેવા કરવાને બદલે વૃધ્ધાશ્રમમાં મૂકી આવે છે ત્યારે પાર્થે મારી ખૂબ સેવા કરી છે.”

“પરંતુ હું મારી આ અક્ષમતાને કારણે એ હદ સુધી કંટાળી ગઈ હતી. વર્ષ 2006 માં ત્યારના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા હતા ત્યારે તેમનું ભાષણ સાંભળ્યું હતું કે વડોદરાની બધી જ બહેનો મારી બહેન છે. કોઈ પણ મદદની જરૂર હોય તો જણાવજો. ત્યારે મેં મોદીજીને મદદ માટે પત્ર લખ્યો હતો. પરંતુ કોઈ જવાબ ન આવ્યો. વાત અહીં જ નથી પુરી થતી. હું દિવસેને દિવસે મોતના મુખમાં જઈ રહી હતી. અને મારા કરતા વધુ મારો પરિવાર સહન કરતો હતો.”

વાત આગળ ચલાવતા શકુંતલા બહેને કહ્યું કે “આખરે વર્ષ 2016માં વડાપ્રધાન મોદીને મળીને ઈચ્છામૃત્યુની માંગ કરી અને કહ્યું કે મારો ઈલાજ કરવો અથવા તો મૃત્યુ આપો. પરંતુ તેમને મારી ઈચ્છામૃત્યુની માંગણીનો અસ્વીકાર કર્યો.”

એ પછી શકુંતલા બહેને પોતાના આ વધારે પડતાં વજનને ઘટાડવા માટેના પ્રયત્નો ચાલુ કરી દીધા હતા. કહેવાય છે કે જો મજબૂત મનોબળ હશે તો જરૂર તમે ધાર્યું પરિણામ મેળવી શકો છો. શકુંતલા બહેનનું પણ કશુક આવું જ હતું. તેમણે પાદરામાં આવેલ હોસ્પીટલમાં ડોક્ટરોની મદદથી તેમના શરીરમાં વધારાની ચરબી કઢાવવા માટેની સર્જરી કરવી ને તેમનું વજન 115 જેટલું ઓછું કર્યું હતું.

“પરંતુ સર્જરી માટે જતા પહેલા મારા દીકરાએ મને કહયું હતું કે મમ્મી જો તું મરી જવાની હોય તો આ ઓપરેશન ન કરાવતી. હું આખી જિંદગી તારી સેવા કરીશ”, શકુંતલા બહેને ભાવુક થતા વાત કરી. “પણ ઓપરેશન સફળ રહ્યું અને ઓપરેશન પહેલા મારુ વજન 200 કિલો હતું અને હાલ મારું વજન 69 કિલો જ છે.”

તેઓ જણાવે છે કે તેમના આ ભારે વજનને કારણે તેમણે ખૂબ તકલીફ પડતી હતી અને તેઓ એ આપધાત કરવાનો પણ ઘણીવાર વિચાર કરી લેતા હતા. તેઓ તેમના આ વજનથી ચારે બાજુથી પરેશાન હતા. આર્થિક, માનસિક અને શારીરિક બાબતે પણ તે ખૂબ જ પરેશાન હતા. તેમની આર્થિક પરિસ્થિતી પણ સારી ન હતી.

એ ઉપરાંત શકુંતલાબેન નીચે આપેલ ડાયેટ પ્લાનને પણ અનુસરતા હતા :

  • સવારે :આઠ વાગે ગ્રીન ટી (મધ અને લીંબુ એડ કરીને)
  • સવારે નવ વાગે અડધો ગ્લાસ પ્રોટીન પાઉડર વાળું દૂધ
  • સવારે દસ વાગે જ્યુસ, બીટ, ગાજર કે દૂધીનું
  • બપોરે બાર વાગે જમવામાં ખૂબ જ ઓછી માત્રમાં દાળ, ભાત,શાક અને રોટલી
  • બપોરે ત્રણ વાગે વેજીટેબલ સૂપ
  • સાંજે સાત વાગે જમવામાં ખિચડી કે ઉપમા
  • રાત્રે નવ વાગે 1/2 ગ્લાસ દૂધ
  • રાત્રે અગિયાર વાગે ગ્રીન ટી (મધ અને લીંબુ એડ કરીને)

આ ઉપરાંત થોડી હળવી કસરત તો ખરી જ.

તેમનું વજન ઘટયા પછી તેઓએ વડોદરામાં હાલ તેઓ ઈન્ડિયા ફ્રી ફૂડ કેમ્પેન ચલાવી રહ્યા છે. જે ત્રણ વ્યક્તિની પણ રસોઈ નહોતા કરી શકતા એ હાલ 300 લોકોની રસોઈ બનાવી ભૂખ્યા ને જમાડે છે. અને હાલ શકુંતલા બહેન તેમના પરિવાર જોડે રહે છે.