બોલીવુડમાં એવા ઘણા સિતારાઓ છે જેઓના સાવકી માં સાથે સારા એવા સંબંધો છે. એવામાં આજે અમે તમને એવા જ સિતારાઓ વિશે જણાવીશું જેઓને પોતાની સાવકી માં સાથે એક સગી માં જેવી જ બોન્ડિંગ છે.
1. સલમાન ખાન-હેલન:

સલમાન ખાન જેટલો પ્રેમ પોતાની સગી માં સલમા ખાનને કરે છે એટલો જ પ્રેમ સાવકી માં હેલનને પણ કરે છે. માં સલમાની જેમ જ હેલન પર પણ સલમાન પોતાનો જીવ કુરબાન કરે છે.
2. શબાના આઝમી-ફરહાન અખ્તર:

ફરહાન અખ્તર જાવેદ અખ્તર અને હની ઈરાનીના દીકરા છે પણ તેનો પોતાની સાવકી માં શબાના આઝમી સાથેનો સંબંધ સગા માં-દીકરા કરતા ઓછો નથી.
3. કિરણ રાવ-જુનૈદ અને ઇરા ખાન:

આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાના બે બાળકો જુનૈદ અને ઇરા ખાન છે. બંન્ને બાળકો આમિર ખાનની બીજી પત્ની કિરણ રાવ સાથે પણ સારા સબંધો ધરાવે છે. ઇરા ઘણીવાર સાવકી માં કિરણની સાથે ઇવેન્ટમાં જોવા મળે છે.
4. માન્યતા દત્ત-ત્રિશલા દત્ત:

અમુક સમય પહેલા જ સંજય દત્તની દીકરી ત્રિશલા દત્તએ સાવકી માં માન્યતા દત્ત સાથેની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસ્વીરમાં સંજય દત્ત અને માન્યતાના બંન્ને બાળકો પણ દેખાઈ રહ્યા છે. જેની સાથે સંજય દત્તની આગળની પત્નીની દીકરી ત્રિશલા દત્ત પણ ખુબ જ ખુશ દેખાઈ રહી છે. તસ્વીર પરથી સ્પષ્ટ છે કે ત્રિશલા દત્ત અને માન્યતા દત્ત વચ્ચે સારા એવા સબંધો છે.
5. સારા અલી ખાન-કરીના કપૂર:

સારા અલી ખાને ખુબ ઓછા સમયમાં બોલીવુડમાં સારી ઓળખ મેળવી લીધી છે. એક ઇન્ટરવ્યૂમાં સારાએ કહ્યું હતું કે તે કરિનાની ફિલ્મો જોઈને મોટી થઇ છે અને તેની સ્ટાઈલની ખુબ જ દીવાની છે. બંન્ને એકસાથે ઘણી પાર્ટીઓ અને ઇવેન્ટમાં જોવા મળે છે. બંન્ને માં-દીકરી કરતા વધારે એક મિત્રની જેમ પ્રેમ કરે છે.
6. શાહિદ કપૂર-સુપ્રિયા પાઠક:

શાહિદ કપૂર પંકજ કપૂર અને નીલિમા અજીમના દીકરા છે પણ તે પોતાની સાવકી માં સુપ્રિયા પાઠકના પણ ખુબ નજીક છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નમાં સુપ્રિયા પાઠકે ખાસ ભૂમિકા નિભાવી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.