ખબર

SBIના 44.51 કરોડ ખાતા ધારકો માટે સારા સમાચાર, આ 5 નિયમોમાં થયો મોટો બદલાવ

છેલ્લા થોડા સમયથી બેંકને લઈને આપણા દેશમાં ઘણા જ ફેરબદલ થઇ રહેલા જોવા મળે છે, એક તરફ બેંકને લઈને લોકોમાં એક નારાજગી જોવા મળે છે ત્યારે ભારતીય સ્ટેટ બેંક દ્વારા તેના ખાતા ધારકો માટે સારા સમાચાર આપવામાં આવ્યા છે. બેંક દ્વારા પોતાના 5 નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે, જેના કારણે ગ્રાહકોને બેંક ઉપર વિશ્વાસ રહે અને તે પોતાના નાણાંને સુરક્ષિત પણ સમજી શકે.

Image Source

દ્દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ દ્વારા તેના 44.51 કરોડ ખાતા ઘરાકો માટે એક સારા સમાચાર આપ્યા છે. હવે ખાતામાં ઓછું બેલેન્સ હોવા છતાં પણ બેંક તમારી પાસે આ ઓછા બેલેન્સનો ચાર્જ નહિ વસૂલી શકે તેમજ બેંક દ્વારા મોકલવામાં આવતા એસએમએસ ઉપર પણ તમારે હવે કોઈ ચાર્જ નહિ ચૂકવવાનો થાય, ગઈકાલે એસબીઆઈ દ્વારા આ મોટા નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.

ચાલો જોઈએ એસબીઆઈ દ્વારા તેના કયાં ક્યાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

મિનિમમ બેલેન્સ ઉપર કોઈ ચાર્જ નહીં:
પહેલા ગ્રામીણ અને શહેરી બેંક ખાતાધારકો માટે બેંક દ્વારા નક્કી કરવામાં આવતું મિનિમમ બેલેન્સ રાખવું અનિવાર્ય હતું, પરંતુ બંકના આ નવા નિયમ અંતર્ગત એસબીઆઇના ખાતા ધારકો પોતાની મરજી મુજબનું બેલેન્સ રાખી શકશે. હવે મિનિમમ બેલેન્સ ઉપર પણ કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.

એસએમએસ ચાર્જ માફ:
ભારતીય સ્ટેટ બેંક દ્વારા બીજો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેંક દ્વારા ખાતામાં લેવડ દેવડ સમયે અને કોઈ કામગીરી દરમિયાન બેંક દ્વારા તમને જે એસએમએસ મોકલવામાં આવતા હતા તેના માટે પણ પહેલા ચાર્જ વસુલવામાં આવતો હતો પરંતુ હવે સ્ટેટ બેંક દ્વારા આ ચાર્જ વસૂલવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. હવે બેંક દ્વારા મોકલવામાં આવતા મેસેજ માટે કોઈ ચાર્જ લેવામાં નહિ આવે.

Image Source

બચત ખાતાના વ્યાજદરમાં ઘટાડો:
ભારતીય સ્ટેટ બેંક દ્વારા હવેથી ખાતાધારકોના બચત ખાતા ઉપર મળતી વ્યાજની રકમ પણ ઓછી કરી દેવામાં આવી છે. પહેલા ગ્રાહકોને 3.25%ના દરે વ્યાજ મળતું હતું જે હવે ઘટાડીને 3% કરી દેવામાં આવ્યું છે.

ફિક્સ ડિપોઝીટ ઉપર વ્યાજ કપાયું:
બેંક દ્વારા ફિક્સ ડીપોઝીટના વ્યાજદરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રિટેલ ફિક્સ ડિપોઝીટ ઉપર 0.50 ટકા સુધીનો ઘટાડો બેંક દ્વારા કરવામાં આવ્યો છે.

લોન થઇ સસ્તી:
સ્ટેટ બેંક દ્વારા માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ લેન્ડિગ એટલે કે MCLRમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે જેના કારણે હોમ લોન અને પર્સનલ લોન સસ્તા થયા છે. એક વર્ષની MCLR 0.10 ટકા ઘટાડીને 7.75 ટકા કરી દેવામાં આવી છે.

Image Source

આ નિયમોમાં બદલાવ લાવીને સ્ટેટ બંકના કરોડો ગ્રાહકોમાં ખુશી છે, સ્ટેટ બેંકના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે “આ નિર્ણય હજુ વધુ લોકોના ચહેરા ઉપર મુસ્કાન લાવનારો છે.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.