ખબર

ખુશખબર: Jio યુઝર્સ રાજીના રેડ થઇ જશે, મફતમાં ટોકટાઈમ જોઈતો હોય તો વાંચી લો આ ખબર

રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. રિલાયન્સ જિયોની નવી અપડેટ મુજબ ગ્રાહકોને 30 મિનિટનો ફ્રી ટૉક ટાઇમ આપવાનું શરૂ કર્યુ છે. જિયોએ આ પગલુ પોતાના ગ્રાહકોને હેપ્પી કરવા માટે લીધુ છે. આ પગલાથી જિયો તે સુનિશ્વિત કરવા માગે છે કે તેના તાજેતરના નિર્ણયની અસર કંપનીના સબ્સ્ક્રાઇબર બેસ પર ન પડે. કંપનીએ હમણાં જ ઘોષણા કરી હતી કે જિયોના ગ્રાહકોએ અન્ય નેટવર્ક પર કરવામાં આવતા કૉલ માટે 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ ચુકવવો પડશે. સુત્રો પ્રમાણે, યુઝર્સને પ્રથમ વખત તેમના ફોન રિચાર્જ કરવા પર 30 મીનિટ મફત ટોક ટાઈમ મળશે. આ વન-ટાઈમ ઓફર પ્લાનની જાહેરાત બાદથી પહેલા સાત દિવસો માટે ઉપલબ્ધ થશે.

જિયોની આ લિમિટેડ સમયગાળાની ઓફર તાજેતરના નિર્ણય બાદ 48 કલાકથી ઓછા સમયમાં રજૂ કરવામાં આવી છે. તેમના પેકનું રિચાર્જ કરનારા ગ્રાહકોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે. રિલાયન્સ જિયોએ 9 ઓક્ટોબરે ચાર્જની જાહેરાત કરી હતી જેમાં જણાવાય્યું હતું કે, જિયો ગ્રાહકોને બીજા નેટવર્ક પર કરવામાં આવતાં કોલ્સ માટે પ્રતિ મીનિટ 6 પૈસા ચૂકવવા પડશે. તેનું કારણ એવું આપેલું કે, ટ્રાઈ આઈયુસી હેઠળ પ્રતિ મીનિટ 6 પૈસા લે છે ત્યાર બાદ કંપની હવે તે ગ્રાહકો પાસેથી લેશે.

30 મિનિટનો મફત ટૉક ટાઇમ

જિયોની લિમિટેડ પિરિયડ ઑફર તેના તાજેતરના નિર્ણયના 48 કલાકમાં જ આવી છે. પ્રથમ વખત પોતાના ફોનનું રિચાર્જ કરાવનાર ગ્રાહકોને 30 મિનિટનો ફ્રી ટૉકટાઇમ મળશે. આ વન ટાઇમ ઑફર પ્લાના એલાન પછીથી 7 દિવસ માટે ઉપલબ્ધ રહેશે.રિલાયન્સ જિયોએ 9 ઓક્ટોબરે તત્કાલ પ્રભાવથી ચાર્જની ઘોષણા કરી હતી. Reliance Jioએ પોતાના કસ્ટમર્સે નોન જિયો કોલિંગ પર પૈસા લેવાનો નિર્ણય કર્યો છે પરંતુ અત્યાર સુધી લોકોને એ મૂંઝવણ હતી કે આ ક્યારથી લાગુ થશે. આખરે જિયોનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે ત્યાર બાદ હવે લોકોને આ મહત્તવપૂર્ણ સવાલનો જવાબ મળી ગયો છે.

તમને જણાવી દઈએ કે આ ઘોષણા સાથે જિઓએ બીજા નેટવર્કને કોલ કરવાની નવા પ્લાન્સ પણ બહાર પાડી છે. આ માટે જિઓએ 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીની યોજનાઓ બહાર પાડી છે. 10 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને બીજા નેટવર્ક પર 124 મિનિટ કોલિંગ વાપરવા મળશે જ્યારે 249 મિનિટ કોલિંગની સુવિધા 20 રૂપિયામાં મળશે.એક બાજુ 50 રૂપિયામાં 656 મિનિટ અને 100 રૂપિયાના પ્લાનમાં 1362 મિનિટ કોલિંગ સુવિધા મળશે. હાલ 10 રૂપિયાના ટોપઅપ પર, 1 જીબી, 20 રૂપિયામાં 2 જીબી, 50 રૂપિયામાં 5 જીબી અને 100 રૂપિયામાં 10 જીબી ડેટા મળશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.