ખબર

અમદાવાદ માટે આવ્યા સારા સમાચાર, દર્દીઓના સાજા થવાનો રેટ વધી રહ્યો છે પણ..

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસમાં ગુજરાતનું હોટસ્પોટ અમદાવાદ બની ગયું છે, જ્યાં થોકબંધ કેસ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે, પરંતુ આજે અમદાવાદીઓ માટે એક સારા સમાચાર મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ આપ્યા છે. જેમાં કોરોનાના કુલ દર્દીઓમાંથી 313 દર્દીઓને સાજા થઈને રજા આપી દેવામાં આવી છે અને અમદાવાદમાં દર્દીઓ ખુબ જ ઝડપથી સાજા પણ થઇ રહ્યા છે.

Image Source

અમદવાદની આ હોસ્પિટલમાંથી દર્દીઓ સાજા થયા:
આજે કે જ દિવસમાં આમદાવાદની એસવીપી હોસ્પિટલમાંથી 14થી પણ વધારે દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. એસવીપી હોસ્પિટલમાંથી જ 40 દર્દીઓ સાજા થઈને ઘરે પાર્ટ ફરી ગયા છે તો સમરસ હોસ્પિટલમાંથી પણ 34 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. કોરોનાના કુલ દર્દીઓમાંથી માત્ર 8 ટકા કેસ જ હવે એક્ટિવ રહ્યા છે. સાથે કેસ ડબલીંગ રેટ પણ ઘટી રહ્યો છે.

Image Source

ગ્રોથ રેટ નીચે આવ્યો:
કોરોનાના ગ્રોથ રેટ નીચો આવવા વિશે જણાવતા વિજય નહેરાએ જણાવ્યું હતું કે: કોરોના કેસને સામેથી પકડવાની કામગીરીના કારણે આ શક્ય બન્યું છે, જયારે ડબલીંગ રેટ 20 એપ્રિલ બાદ 9 દિવસે હવે કેસ ડબલ થઇ રહ્યા છે. ત્યારે હવે સૌથી વધુ અગત્યની બાબત એ છે કે ઇન્ફેક્શન રેટ વધે નહીં તે જોવાનું રહેશે.”

એસવીપી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ વિશે વિજય નહેરાએ જણાવ્યું હતું કે “એસવીપીમાં એક હજારથી વધુ દર્દીઓ સારવાર લઇ ચુક્યા છે અહીં 3 મહીનાનું કામ 15 દિવસમાં કરી બતાવ્યું છે.”

અમદાવાળમાં દરિયાપુર પાસે આવેલી લોખંડવાલા ખાનગી હોસ્પિટલ આવતી કાળથી ઇસ ફાઉન્ડેશન સાથે મળીને કોવિડ હોસ્પિટલમાં ફેરવાઈ જશે, જ્યાં કોરોનાના દર્દીઓને મફત સારવાર પણ આપવામાં આવશે, આ હોસ્પિટલ ડોકટર અને મેન પાવર પણ પુરા પાડશે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણ મદદ કરશે, કોરોના વાયરસમાં પ્રથમ વખત મફત સારવાર આપતી આ ખાનગી હોસ્પિટલ બનશે.

Image Source

વિજય નેહરાએ જણાવ્યું કે, SVP હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 1000 દર્દીઓને સારવાર અપાઈ છે. તેથી અહીં દર્દીઓ માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્ક સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. SVP ની ટીમે આ કામ 15 દિવસમાં જ પૂર્ણ કર્યું. આ ટેન્કથી 20 હજાર લિટર જેટલુ ઓક્સિજન આવે છે, જેથી 2000 જેટલા સિલેન્ડર સામે એક જ ટેન્કમાં ઓક્સિજનની વ્યવસ્થા કરી શકાય છે. તેમાં સ્પેશિયલ સેન્સર છે જેને લીધે 40 % થી ઓક્સિજન ઓછુ થશે, તો આપોઆપ દહેજમાં કંપનીને મેસેજ જશે, અને ટેન્કર ત્યાંથી તાત્કાલિક નીકળીને અમદાવાદ પહોંચશે, જે તાત્કાલિક ઓક્સિજન ભરી દેશે.

અમદાવાદમાં કોટ વિસ્તારમાં આવેલ ઈશા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત લોખંડવાલા હોસ્પિટલને હવેથી કોવીડ ૧૯ હેલ્થ સેન્ટર તરીકે સંચાલન કરાશે. કાલે 1 મેં થી આ હોસ્પિટલને અમદાવાદ મહાનગરપાલિકા અને ફાઉન્ડેશન દ્વારા કોવિડ સેન્ટર તરીકે ચલાવાશે. આ હોસ્પિટલમાં કોવિડના પેશન્ટને વિના મુલ્યે સારવાર આપશે. કોઈ ચાર્જ દર્દી પાસેથી લેવાશે નહિ. મહાનગરપાલિકા તેઓને તમામ મદદ પૂરી પાડશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.