લફરાબાજ બૈરાંઓથી સાવધાન: ગોંડલમાં એવો ખૂની ખેલ રચાયો કે સાંભળીને આત્મા કંપી ઉઠશે…

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ઘણી હત્યા અંગત અદાવતમાં તો ઘણી પ્રેમ સંબંધમાં કરવામાં આવતી હોય છે, તો ઘણી અવૈદ્ય સંબંધોને કારણે કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ હત્યાનો કિસ્સો રાજકોટના ગોંડલમાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.આ ઘટનાની જાણ થતા જ પોલિસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

ઘટનાની વિગત જોઇએ તો, ધુળેટીના દિવસે સવારે મોવિયા રોડ પર બ્લ્યુ સ્ટાર નોનવેજની હોટલ નજીક એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હોવાની માહિતી પોલિસને મળી હતી, જે બાદ તાત્કાલિક પોલિસ દોડી જઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જે બાદ યુવકની ઓળખ મેળવવાની પણ શરૂ કરવામાં આવી હતી. પોલિસ તપાસમાં મૃતકનું નામ રમેશ જાદવ હોવાનું ખુલ્યુ હતુ. ત્યારે પોલિસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો.

મૃતકના મનસુખ નામના વ્યક્તિની પત્ની સાથે પ્રેમ સંબંધો હતા અને આ વાતનો જ ખાસ મનસુખે રાખી તેના મિત્ર સાથે મળી તેને લોખંડના પાઇપ અને પથ્થરના ઘા મારી હત્યા કરી હતી. મળતી માહિતી અનુસાર પાંચેક વાગ્યા આસપાસ ઉગમ સર્કલ પાસે જે ફૂલવાડી કોમ્પ્લેક્ષ આવેલ છે ત્યાં મનસુખ, નગીન અને મુકેશ ત્રણ લોકો સુતા હતા અને ત્યારે જ ત્યાં રમેશ જાદવ આવતા ઝઘડો થયો હતો.

રમેશના મનસુખની પત્ની સાથે પ્રેમ સંબંધો હતો અને આ વાતનો ખાર રાખી ત્રણેયે તેની સાથે મારા મારી કરી. આ દરમિયાન લોખંડના અંગલ અને લાકડાના ધોકા તેમજ પથ્થર વડે રમેશને માર માર્યો અને તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેના કારણે તેનું મોત થયુ હતુ. પોલિસે આ મામલે બે શખ્શોની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરી છે.

Shah Jina