દુઃખદ: રાજકોટના ગોંડલમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યુ જીવન

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હતી. આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવ્યા હતા, જેમાં કેટલાક વિદ્યાર્થીઓને હાર્ટ એટેકના સમાચાર આવ્યા તો કેટલાક વિદ્યાર્થીઓના આપઘાતના સમાચાર સામે આવ્યા. ત્યારે હાલ ફરી એકવાર ધોરણ 10ની વિદ્યાર્થીનીના આપઘાતના સમાચાર સામે આવ્યા છે. આ કિસ્સો ગોંડલનો છે. ગોંડલ કુંભારવાડા વિસ્તારમા હીરાઆતાની વાડી પાસે રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિનીએ ઘરે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી દીધો હતો. આ ઘટનાની જાણ થતા પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીનીના મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.  રાજકોટ શહેર બાદ જિલ્લામાં પણ વિદ્યાર્થિનીના આપઘાતનો બનાવ સામે આવ્યો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે, વિદ્યાર્થિનીએ હાલમાં જ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. ત્યારે વિદ્યાર્થિનીના પેપર અપેક્ષા મુજબ ના ગયા હોવાને કારણે આવું આત્મઘાતી પગલું ભર્યુ હોવાની શંકા સેવાઇ રહી છે.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલના કુંભારવાડા વિસ્તારમાં હિરાઆતાની વાડી પાસે રહેતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. આ મામલાની જાણ ગોંડલ સિટી પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને 108ની ટીમ પણ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી. 108ની ટીમ દ્વારા વિદ્યાર્થીનીને મૃત જાહેર કરવામાં આવી હતી. જે બાદ પોલીસના કર્મચારીઓ દ્વારા ઘટનાસ્થળ પર જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.જે બાદ લાશને પીએમ ખાતે ખસેડવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ રાજકોટ શહેરમાં એક યુવતીએ પેપર નબળું જતાં પોતાના જ ઘરે બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ પહેલા ઘણા આપઘાતના કિસ્સા સામે આવ્યા હતા.

Shah Jina