ખબર

“કાગઝ” ફિલ્મ જેવી જ હકીકતની કહાની, આ વૃદ્ધ વ્યક્તિ જ્યારે પેંશન લેવા પહોંચ્યા ત્યારે ચોપડામાં મૃત જાહેર કરી દેવાયો,

થોડા દિવસ પહેલા જ આવેલી ફિલ્મ કાગઝની અંદર એક જીવતા વ્યક્તિને સરકારી કાગળમાં મૃત જાહેર કરવાની એક સરસ વાર્તા જોવા મળી. પરંતુ આ કહાની હકીકતમાં પણ ઘણી જગ્યાએ જોવા મળતી હોય છે. હાલ એક એવો જ મામલો યુપીના ગૌડામાંથી સામે આવ્યો છે, જ્યાં એક જીવતા વ્યક્તિને મૃત જાહેર કરી દેવામાં આવ્યો.

ગૌડાની અંદર એક જીવતો વૃદ્ધ વ્યક્તિ પોતાની જીવતો સાબિત કરવા માટે વિકાસ ભવનના ચક્કર કાપી રહ્યો છે. સરકારી ફાઈલોની અંદર લાપરવાહી અને અધિકારીઓ તેમજ કર્મચારીઓએ વૃદ્ધ શ્યામ વિહારીને મૃત જાહેર કરી દીધા છે પરંતુ તે પોતે જીવતા હોવાના પ્રમાણ લઈને સમાજ કલ્યાણ અધિકારીઓના કાર્યાલય સહીત વિકાસ ભવન ચક્કર કાપીને પોતાના જીવતા હોવાનું પ્રમાણ આપી રહ્યા છે. તે પહેલા મળી રહેલા પેંશનને ફરી મળવાની આશા લગાવીને બેઠા છે.

Image Source

આ સમગ્ર મામલો પંડરી કૃપાલ બ્લોકના મૂંડેરાવ કલાનો છે. જ્યાં વૃદ્ધ શ્યામ વિહારી 2005થી પેંશનનો લાભ લઈ રહ્યા હતા પરંતુ જયારે ફરીવાર સત્યાપન કરવામાં આવ્યું ત્યારે ત્યાં હાજર ગ્રામ પ્રધાન અને ગ્રામ પંચાયત અધિકારીઓએ રમત કરતા વૃદ્ધને મૃત બતાવી દેવામાં આવ્યા.ગ્રામ પંચાયત અધિકારીઓના રિપોર્ટ ઉપર સમાજ કલ્યાણ વિભાગ દ્વારા શ્યામ વિહારીનું પેંશન રોકી દેવામાં આવ્યું. અને હવે જયારે શ્યામ વિહારીને પેંશન નથી મળી રહ્યું ત્યારે તે સરકારી ઓફિસોના ચક્કર કાપી રહ્યા છે.

Image Source

શ્યામ વિહારીને જાણકારી મળી કે તેમનું મૃત્યુ થઇ ચૂક્યું છે. શ્યામ વિહારી માંગણી કરી રહ્યા છે કે તેમને ફરીવાર પેંશન મળવાનું શરૂ થાય જેના કારણે તેમનીઓ ઘર ખર્ચ નીકળી શકે.તો આ વાત ઉપર પ્રસાશનના અધિકારીઓ પણ હેરાન છે. જાણકારી થવા ઉપર જયારે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ફાઈલો ખોલવામાં આવી ત્યારે માલુમ પડ્યું કે ગ્રામ પંચાયતના અધિકારીઓએ તેમનું પેંશન કાપી લીધું છે.

હવે આ સમગ્ર પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ લાપરવાહ ગ્રામ પંચાયતના અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.