મનોરંજન

કોણ છે મિર્ઝાપુરની ગોલુ ગુપ્તા ? અસલ જિંદગીમાં તેનો જલવો જોઈને ચોંકી ઉઠશો, આ મોટા અધિકારીની છે દીકરી

મિર્ઝાપુર-2 રિલીઝ થવાની સાથે જ વેબ સિરીઝના રસિયાઓ તેને માણી રહ્યા છે. ત્યારે આ વેબ સિરીઝના પાત્રો પણ દર્શકોનું દિલ જીતી રહ્યા છે ત્યારે સીઝન-2માં એક એવું જ પાત્ર છે જે દર્શકોને ખુબ જ પસંદ પણ આવ્યું છે અને તેના વિશે તે જાણવા પણ માગે છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tripathi Sharma (@battatawada) on

આ પાત્ર છે ગોલુનું. જેને નિભાવ્યું છે અભિનેત્રી શ્વેતા ત્રિપાઠીએ. આ પાત્રએ મિર્ઝાપુરની વાર્તામાં દમ ભરી દીધો છે. પણ અસલ જીવનમાં આ ગોલુ એટલે કે શ્વેતા ત્રિપાઠી એક આઈએએસ અધિકારીની દીકરી છે. ચાલો જાણીએ તેના જીવન વિશે વિગતવાર.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tripathi Sharma (@battatawada) on

બહુ જ ઓછા લોકોને ખબર હશે કે મિર્ઝાપુરની ગોલુ દિલ્હીની રહેવાવાળી છે તેના પિતા એક આઈએએસ ઓફિસર છે તો તેની માતા એક શિક્ષિકા હતી જે નિવૃત્ત થઇ ચુકી છે. પિતાની નોકરીના કારણે શ્વેતાને ઘણી જગ્યાએ રહેવાનો અવસર મળ્યો. જેમાંથી સૌથી વધારે સમય અંદમાન અને નિકોબાર આઇલેન્ડ અને મુંબઈમાં વીત્યો.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tripathi Sharma (@battatawada) on

શ્વેતાએ પોતાનો અભ્યાસ દિલ્હીમાંથી પૂરો કર્યો. શ્વેતાએ અભિનયની નહિ પરંતુ ફેશન ડિઝાઇનિંગની તાલીમ લીધી છે. શ્વેતાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીથી ગ્રેજ્યુએશન કર્યું છે. શ્વેતાના પરિવારનો પણ અભિનય સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. તે છતાં પણ શ્વેતાએ અભિનયને પોતાના કેરિયર તરીકે પસંદ કર્યું અને આ રસ્તા ઉપર ચાલી નીકળી.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tripathi Sharma (@battatawada) on

શ્વેતા ત્રિપાઠી પહેલીવાર “મસાન”માં જોવા મળી હતી. આ ફિલ્મની અંદર શ્વેતાએ જિનિયા ખાનનો અભિનય કર્યો હતો. ત્યારબાદ શ્વેતા ઘણી બધી મોબાઈલની જાહેરાતમાં જોવા મળી. શ્વેતાએ ઘણી શોર્ટ ફિલ્મો પણ કરી.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tripathi Sharma (@battatawada) on

શ્વેતા ગુપ્તાને સાચી ઓળખ “મિર્ઝાપુર”ની ગોલુ ગુપ્તાથી મળી. આ વેબસીરીઝ બાદ તેને એક પછી એક ઘણી વેબ સિરીઝ કરી. જેમાં “મેડ ઈન હેવન”, “ટીવીએફ ટ્રીપલીંગ”, “લાખો મેં એક સીઝન 2” અને “ધ ગોન ગેમ” સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tripathi Sharma (@battatawada) on

શ્વેતાના અંગત જીવન વિશે વાત કરીએ તો તે વર્ષ 2018માં લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. તેને પ્રખ્યાત રેપર અને અભિનેતા ચૈતન્ય શર્મા સાથે લગ્ન કરી લીધા. અભિનય ઉપરાંત શ્વેતા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. પોતાના ચાહકો માટે સતત અલગ અલગ પોઝ આપતી તસવીરો પણ શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tripathi Sharma (@battatawada) on

પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતા શ્વેતા જણાવે છે કે “અમારી પહેલી મુલાકાત ફ્લાઈટની અંદર થઇ હતી. અમે બંને કોઈ પ્લે માટે મુંબઈથી દિલ્હી ગયા હતા અને જતા સમયે અમારી એકબીજા સાથે વાત નહોતી થઇ. જો કે આવતા સમયે અમારી સીટ સાથે જ હતી, પરંતુ ફલાઈટનો સમય સવારે 5 વાગ્યાનો હતો જેના કારણે અમારે સુવાનું હતું.”


આગળ શ્વેતાએ જણાવ્યું કે: “અમે વાત કરવાનું શરૂ કર્યું અને થોડા જ સમયમાં એકબીજા વિશે ઘણું બધું જાણી લીધું.” આગળ શ્વેતાએ જણાવ્યું કે “ચૈતન્યએ તેને મુંબઈના એક પર્ફોમિંગ ક્લબની અંદર પ્રપોઝ કર્યું હતું.” શ્વેતાએ એમ પણ જણાવ્યું કે ચૈતન્યએ તેને ફોન કરી અને પ્લે જોવા માટે બોલાવી હતી. ત્યારબાદ તે જયારે ત્યાં પહોંચી ત્યારે તેને ખબર પડી કે આ તેના માટે પ્લાન કરવામાં આવ્યું હતું. શ્વેતાનો પતિ ચૈતન્ય તેના કરતા ઉંમરમાં પણ 5 વર્ષ નાનો છે.

શ્વેતા મિર્ઝાપુર-2માં પણ નજર આવી છે અને આ સીઝનમાં તેનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. આ વખતે તે બંદૂક ચલાવતી પણ જોવા મળી રહી છે.