અજબગજબ ધાર્મિક-દુનિયા

જો તમારે કોઈ મનોકામના પૂર્ણ કરવી છે? તો પહોંચી જાઓ ઉત્તરાખંડના આ ચમત્કારિક મંદિરે

ઋગ્વેદમાં ઉત્તરાખંડને દેવભૂમિ કહેવામાં આવે છે. કારણકે આ પહાડી વિસ્તારમાં ક્યાંકને ક્યાંક કોઈ મંદિર નજરે ચડી જાય છે. આતો દરેક મંદિરનો કોઈને કોઈ મહિમા પણ છે. ઉત્તરાખંડમાં દેવી-દેવતાઓના ઘણા ચમત્કારિક મંદિર પણ છે. આ મંદિરોનો પ્રસિદ્ધિ ભારતભરમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ છે. આ ચમત્કારી મંદિરોના દર્શન કરવા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે છે. આજે અમે તમને ઉત્તરાખંડના એક એવી મંદિરની વાત કરીશું કે, જ્યાં એક ચિઠ્ઠી મુકવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. તમને આ વાત પર વિશ્વાસ નહિ આવતો હોય પરંતુ આ વાત સાવ સાચી છે.

Image Source

જી હા દેવભૂમિ ઉત્તરાખંડની પાવન ધરતી પર ગોલુ દેવતાના ઘણા મંદિર છે. પરંતુ ઉત્તરાખંડના અલમોડા અને અને નૈનિતાલ જિલ્લાની વચ્ચે ચિતાઈ ગોલુ દેવતાનું મંદિર છે. આ મંદિર ફક્ત આજુબાજુના ગામમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. ફક્ત ચિઠ્ઠી મુકવાથી માનતા પરિપૂર્ણ થાય છે. ગોલુ દેવતાને સ્થાનિક સંસ્કૃતિમાં સૌથી મોટા અને ન્યાયના દેવતા માની પૂજા કરવામાં આવે છે. ગોલુ દેવતાને ઉત્તરાખંડમાં ઘણા નામથી ઓળખવામાં આવે છે. જે પૈકીનું એક નામ ગૌર ભૈરવ પણ છે. ઉત્તરાખંડમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાંથી લોકો ન્યાય માટે આ મંદિરમાં આવે છે. જે કોઈને પણ કઈ જ મુશ્કેલી હોય અને તકલીફ હોય તો ગોલુ દેવતાને એક ચિઠ્ઠીમાં બધુ જ લખીને ચઢાવી દેવામાં આવે છે. આ મંદિરને ઘંટીવાળું મંદિર પણ કહેવામાં આવે છે.

Image Source

આ મંદિરમાં લખો અદભુત ઘંટા ઘંટીઓનો સંગ્રહ છે. આ ઘંટીઓ શ્રદ્ધાળુઓ તેની મનોકામના પૂર્ણ થયા બાદ ચઢાવે છે. આ મંદિરમાં લોકો તેની ઈચ્છા પૂર્ણ કરવા માટે ચિઠ્ઠી લખે છે તો સાથોસાથ ઘણા લોકો સ્ટેમ્પ પેપરમાં લખીને પણ ન્યાય માંગે છે. પરંતુ ઘણા લોકો એવું પણ કહે છે કે, ભગવાન બધાના મનની વાત જાણતા જ હોય છે. તો પણ લોકો કાગળના ટુકડા પર સમસ્યા લખીને લટકાવી દે છે. જયારે આ સમસ્યાનો ઉકેલ આવી જાય ત્યારે ફી રૂપે લોકો ઘંટી ચઢાવે છે. આ મંદિરની એક નિયમ એ પણ છે કે બીજાએ લગાવેલી ચિઠ્ઠી બીજાએ ક્યારે પણ વાંચવી ના જોઈએ.

Image Source

આપણે સૌ જાણીએ છીએ કે દરેક મંદિર પાછળ કંઈક પૌરાણિક માન્યતા છે. તો આ મંદિરની પણ એક માન્યતા છે. ગોલુ દેવતા અથવા ભગવાન ઉત્તરાખંડ રાજ્યના કુમારું ક્ષેત્રના પ્રસિદ્ધ પૌરાણિક દેવતા છે. મૂળ રૂપથી ગોલુ દેવતાને શિવનો અને કૃષ્ણ બન્નેનો અવતાર માનવામાં આવે છે. તો બીજી માન્યતા અનુસાર ગોલુ દેવતા રાજા બાઝ બહાદુર 1638-1678ની સેનાના એક જનરલ હતા. યુદ્ધ દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. જેના સન્માનમાં અલમોડામાં ચિતઈમાં આ મંદિરથી સ્થાપના કરવામાં આવી હતી.

Image Source

ગોલુ મંદિરની અંદર સફેદ ઘોડાના માથા પર સફેદ પાઘડી બાંધેલી ગોલુ દેવતાની પ્રતિમા છે. આ પ્રતિમાના હાથમાં ધનુષ બાણ પણ છે. ગોલુ મંદિર દિલ્લીથી 400 કિલોમીટર દૂર છે. જો તમે આ મંદિરના દર્શન કરવા માંગતા હોય તો આનંદ વિહારથી સીધી બસ મળે છે. તો બીજી તરફ દિલ્લીથી હરિદ્વાર જઈને અલ્મોડાની ગાડી પણ કરી શકો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks