ભારતી સિંહનો દીકરો થયો 6 મહિનાનો, સુંદર કેક કાપી આવી રીતે કર્યુ સેલિબ્રેટ, ગોલાની ક્યુટનેસ પર ફિદા થયા ચાહકો

મમ્મી સાથે કેકનો લુપ્ત ઉઠાવતો જોવા મળ્યો ગોલા, મા-દીકરાના ટ્વિનિંગ લુક પર ચાહકોએ વરસાવ્યો પ્રેમ

લાફ્ટર ક્વીન ભારતી સિંહ અવાર નવાર ચર્ચામાં રહે છે.તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ચાહકો સાથે મસ્તી ભરેલી તસવીરો શેર કરતી રહે છે. આ વર્ષે જ ભારતી મા બની છે, તેણે 3 એપ્રિલના રોજ જ પતિ હર્ષ લિમ્બાચિયા સાથે ક્યુટ પુત્ર ગોલા એટલે કે લક્ષ્યનું સ્વાગત કર્યુ હતુ. ભારતી કામની સાથે સાથે તેની પર્સનલ લાઇફ અને દીકરા માટે પણ સમય કાઢી રહી છે. તે હાલમાં મધરહુડ એન્જોય કરી રહી છે. તે સમયાંતરે ગોલા સાથેની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે.

ત્યારે ભારતીનો લાડલો ગોલા હાલમાં જ 6 મહિનાનો થયો છે અને એવામાં કોમેડિયને કેક કાપી જશ્ન મનાવ્યો હતો. સેલિબ્રેશનની તસવીરોમાં માતા-પુત્રની જોડીએ ટ્વીનિંગ કર્યુ છે. જ્યાં ભારતી ફ્લોરલ પ્રિન્ટવાળા ઓરેન્જ સૂટમાં સ્ટાઇલિશ લાગી રહી છે. તો ગોલા પણ ઓરેન્જ કુર્તામાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. તસવીરમાં ગોલાના જન્મદિવસની કેક પણ જોવા મળી રહી છે અને કેકને ગોલા ક્યટ રીતે જોઇ પણ રહ્યો છે. તસવીરો પોસ્ટ કરતા કેપ્શનમાં લખવામાં આવ્યુ છે –

આ સ્વાદિષ્ટ અને સુંદર કેક માટે આભાર @ruchitacakeomania.આ પહેલા નવરાત્રીના તહેવારની વચ્ચે ભારતી સિંહે સુંદર તસવીર શેર કરી હતી જે એક પેઇન્ટિંગ હતી. આમાં તે તેના પ્રિય પુત્ર ગોલા સાથે જોવા મળી રહી હતી. આ તસવીરમાં ભારતી તેના પુત્રને ખોળામાં લઈ રહી હતી અને પુત્ર સૂઈ રહ્યો હતો. આ તસવીરમાં ભારતી ઘણી સરસ લાગી રહી હતી. તસવીર જોઈને ‘કોમેડી ક્વીન’ના ચાહકો પુત્ર ગોલાને કૃષ્ણ કન્હૈયા કહીને બોલાવી રહ્યા હતા.

જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ ભારતીને ગોલા સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. અહીં પેપરાજીઓ ભારતી અને ગોલાને જોતા જ તેમની તસવીરો અને વીડિયો લેવા લાગ્યા હતા. ભારતી પણ દર વખતની જેમ મસ્તી ભરેલા અંદાજમાં જોવા મળી હતી. આ વીડિયો જ્યારે સામે આવ્યો ત્યારે લોકોએ ગોલાની ક્યુટનેસની ખૂબ પ્રશંશા કરી હતી.

Shah Jina