અમદાવાદમાં 50 તોલા સોનુ પહેરતા કુંજલ પટેલ ગોલ્ડમેનનો ગળાફાંસો ખાઈ આત્મહત્યા,પત્નીને પિયર…

આ નામચીન પટેલે કર્યો હતો આપઘાત, લટકતી લાશ મળી…રોજ પહેરતો 50 તોલા સોનુ- જાણો સમગ્ર વિગત

અમદાવાદના શાહપુર-માધુપુરા વિસ્તારમાં વાહન સિઝિંગ એટલે કે વાહન જપ્તીના વ્યવસાય સાથે સંકળાયેલા અને ગોલ્ડમેન તરીકે ઓળખાતા કુંજલ પટેલે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. તે ધંધાના માર્કેટમાં જાણીતો અને નામચીન પણ હતો. કુંજલ પટેલ એક કિલો સોનું પહેરેલા ફોટા સાથે ચર્ચામાં આવ્યો હતો.

મૃતકે વિધાનસભા ચૂંટણી 2017માં શિવસેના પક્ષ તરફથી ઉમેદવારી પણ નોંધાવી હતી. આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. જો કે કુંજલ પટેલે આત્મહત્યા શા માટે કરી તેનું કારણ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતા પોલિસ પણ પહોંચી ગઇ હતી અને માધુપુરા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડી આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે, કુંજલ પટેલે દરિયાપુરની બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર બન્યા હતા. તેમણે ચૂંટણી માટેની એફિટિડેવિટમાં 45 કિલો સોનું હોવાનું પણ દર્શાવ્યુ હતુ. કુંજલે શનિવારના રોજ તેના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

કુંજલને આપઘાત પહેલા પત્ની સાથે થોડુ બોલવાનું થઇ ગયુ હતું. તેના ભાઈ સાથે થયેલા ઝગડાનું સમાધાન થતા તેણે પત્નીને સમાધાનની જાણ કરી અને આ બાબતે પત્ની સાથે બોલવાનું થઇ જતા તેણે તેની પત્નીને પિયર જતું રહેવાનું કહ્યુ હતુ અને તે પિયર પણ જતી રહી હતી, ત્યાર બાદમાં કુંજલએ આપઘાત કર્યો હોવાનું તેને જાણવા મળ્યું હતું.

Shah Jina